મેઘાલય પોલીસની ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા, સોનમની હાજરીમાં રાજા રઘુવંશીની હત્યા કરાઇ

Raja Raghuvanshi Murder Case : મેઘાલય પોલીસે સોનમ રાજા રઘુવંશી હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કુલ 790 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજા રઘુવંશીની હત્યાનું ષડયંત્ર સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ મળીને રચ્યું હતું

Written by Ashish Goyal
Updated : September 06, 2025 16:55 IST
મેઘાલય પોલીસની ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા, સોનમની હાજરીમાં રાજા રઘુવંશીની હત્યા કરાઇ
Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસ (ફાઇલ ફોટો)

Raja Raghuvanshi Murder Case : મેઘાલય પોલીસે સોનમ રાજા રઘુવંશી હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઇસ્ટ ખાસી હિલ્સ પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમ રઘુવંશીની હાજરીમાં કરવામાં આવી હતી. પોલીસે કુલ 790 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજા રઘુવંશીની હત્યાનું ષડયંત્ર સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ મળીને રચ્યું હતું.

રાજા અને સોનમ તેમના હનીમૂન માટે શિલોંગ ગયા હતા

11 મેના રોજ લગ્ન બાદ રાજા અને સોનમ હનીમૂન માટે 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા. તેણે 23 મેના રોજ પોતાના પરિવાર સાથે છેલ્લી વાર વાત કરી હતી. રાજાનો મૃતદેહ 2 જૂને એક ઊંડી ખાઈમાંથી મળી આવ્યો હતો. આ પછી સોનમ ગાયબ હતી અને 9 જૂને ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં રસ્તાના કિનારે એક ઢાબા પર મળી આવી હતી. તેની ધરપકડ કરીને શિલોંગ લાવવામાં આવી હતી. આ પછી આ કેસમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘણા ઘણી ચર્ચામાં રહી હતી.

ચાર્જશીટમાં શું કહ્યું છે?

મેઘાલય પોલીસે સોહરા સબ ડિવિઝન કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. રાજાની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું અને કેવી રીતે ગુનો કરવામાં આવ્યો તેનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે.

મેઘાલય પોલીસે રચેલી એસઆઇટી તપાસમાં સોનમના રાજ કુશવાહા સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. તેણે સોનમ સાથે મળીને રાજાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને ત્રણ હત્યારાઓને ભાડે રાખ્યા હતા. ચાર્જશીટમાં પોલીસે આરોપ લગાવ્યો છે કે રાજાની હત્યા આકાશ સિંહ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ કુર્મી દ્વારા કરવામાં આવી હતી અને હત્યા સોનમ રઘુવંશીની હાજરીમાં કરવામાં આવી હતી. મેઘાલય પોલીસે પુરાવાના નાશ કરવાના આરોપમાં વધુ ત્રણ આરોપીઓ – લોકેન્દ્ર તોમર, બલ્લા અહિરવાર અને શિલોમ જેમ્સની પણ ધરપકડ કરી હતી.

વિશાલે સૌ પહેલા કુહાડીથી હુમલો કર્યો

પોલીસે જણાવ્યું છે કે વિશાલસિંહ ચૌહાણે પહેલા રાજા રઘુવંશી પર કુહાડીથી હુમલો કર્યો હતો. તેને સ્થાનિક ભાષામાં “દાઓ” કહેવામાં આવે છે. ત્યારબાદ સોનમ ત્યાં હાજર હતી અને જ્યારે રાજા રઘુવંશી પડી ગયો પછી તે ત્યાંથી ભાગી ગઈ અને રાજાનું મૃત્યુ થયું ત્યારે જ પરત ફરી હતી. પોલીસને તે જ ખાઈમાં બીજી છરી મળી આવી હતી જ્યાં રાજાનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. ખાડામાંથી સફેદ શર્ટ પણ મળી આવ્યો હતો. તે આકાશ રાજપૂતની હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો – ‘તે નજીક આવી રહ્યો છે, મને સારું લાગતું નથી’, સોનમ અને રાજની સનસનીખેજ ચેટ સામે આવી

મેઘાલય પોલીસ પાસે પુરાવા છે

મેઘાલય પોલીસે કહ્યું છે કે તેમની પાસે હત્યામાં વપરાયેલા હથિયારો, લોહીથી ખરડાયેલા કપડાં, હોટલની વસ્તુઓ, સીસીટીવી ફૂટેજ અને પુરાવા તરીકે ગાઇડ સહિત અનેક લોકોના નિવેદનો છે. પોલીસે જણાવ્યું કે હોટલમાંથી સોનમનું મંગળસૂત્ર અને બિછિયા પણ મળી આવ્યા છે.

મેઘાલય પોલીસે કહ્યું કે લાંબી તપાસ અને પુરાવાના આધારે, તે સ્થાપિત થાય છે કે સોનમના રાજ કુશવાહા સાથે સંબંધ હતા. રાજ કુશવાહાએ સોનમ અને ત્રણ હુમલાખોરો સાથે મળીને હનીમૂનના બહાને રાજા રઘુવંશીની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓએ કહ્યું છે કે ચાર્જશીટ ફાઇલ કરવા અંગે હજુ સુધી તેમને જાણ કરવામાં આવી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ