કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં AI વિકસાવવામાં ન આવ્યું હોય. ChatGPT લોન્ચ થયા બાદ AI નો ઉપયોગ સતત વધી રહ્યો છે. હવે ન્યુઝ આવી રહ્યા છે કે માર્ક ઝકરબર્ગની કંપની Meta પણ AI સંચાલિત ચેટબોટ્સની દુનિયામાં આવી રહી છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના તાજેતરના રિપોર્ટ મુજબ, મેટા આવતા મહિનાની શરૂઆતમાં ઘણા વ્યક્તિઓ સાથે AI-સંચાલિત ચેટબોટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય મેટા સોશિયલ મીડિયા સાઇટ્સ પર, યુઝર્સ માણસોની જેમ ચેટબોટ્સ સાથે સંપર્ક કરી શકે છે. મેટા તેના પ્લેટફોર્મ પર કનેકશન વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ પગલું આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ હવે આ સોશિયલ મીડિયા સાઇટ્સનો ઉપયોગ કરી શકશે અને તેનો લાભ ઉઠાવી શકે છે.
પ્રાઇવસી અંગે ચિંતા :
એક અભ્યાસ અનુસાર, આ ચેટબોટ્સ ઘણા અલગ લૂકમાં હશે. જેમ કે એક જે યુઝર્સને સર્ફર જેવી મુસાફરીની સલાહ આપશે અને બીજું જે અબ્રાહમ લિંકન જેવું લાગે છે. વધુમાં, ચેટબોટ્સ પાસે વધારાનો યુઝર્સ ડેટા કલેક્ટ કરવાની ક્ષમતા છે, જે મેટાને તેની એડવર્ટાઇઝિંગને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે. કલેક્ટ ડેટા યુઝર્સને તેમની પસંદગીઓ અનુસાર એડ્સ બતાવવાની સુવિધા આપશે. જો કે, પ્રાઇવસીના ભંગની આશંકા છે.
અગાઉ, Meta એ “Metaverse” માં યુઝર્સના રિસ્પોન્સને વધારવા માટે ઘણી સુવિધાઓ શરૂ કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર માટે મેટા લોન્ચ કરવામાં આવેલ નવી ક્ષમતાઓ એકંદર યુઝર્સના અનુભવને વેગ આપે છે. ટેક જાયન્ટે મેટા અવતાર, એનિમેટેડ સ્ટિકર્સ અને સોશિયલ સ્ટિકર્સ લોન્ચ કર્યા છે. આ તમામ સુવિધાઓએ નવા મૂલ્ય ઉમેર્યા છે અનેયુઝર્સની સુવિધામાં વધારો કર્યો છે. મેટા ઉપરાંત, અન્ય લોકપ્રિય કંપનીઓ પણ તેમના યુઝર્સને AI-બેઝડ ચેટબોટ્સની ઍક્સેસ આપવામાં રસ ધરાવે છે. Snapchat એ ફેબ્રુઆરીમાં તેનો “My AI” ચેટબોટ રજૂ કર્યો હતો, જે OpenAI ની GPT ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. અહીં યુઝર્સ AI સાથે વાતચીત કરી શકે છે.





