યુક્રેન અને મિડલ ઇસ્ટ વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવી રહ્યું છે ભારત? જાણો રશિયાથી કાચા તેલની આયાત કેટલી વધી

યુક્રેન સાથેના યુદ્ધ બાદ યુરોપિયન દેશોએ રશિયન તેલને ખરીદવાની ના પાડી હતી. જે પછી રશિયાએ તેલની ખરીદીમાં છૂટ આપી હતી

Written by Ashish Goyal
August 15, 2024 18:46 IST
યુક્રેન અને મિડલ ઇસ્ટ વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવી રહ્યું છે ભારત? જાણો રશિયાથી કાચા તેલની આયાત કેટલી વધી
ભારત કાચા તેલની ખરીદી મામલે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે (ફાઇલ ફોટો)

russia ukraine war : ભારત કાચા તેલની ખરીદી મામલે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 અબજ ડોલરનું કાચું તેલ ખરીદ્યું હતું. આ રીતે જોવા જઈએ તો ભારત ચીન બાદ રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. એક રિપોર્ટ અનુસાર રશિયા ભારત માટે કાચા તેલનો સૌથી મોટો સપ્લાયર બનીને સામે આવ્યું છે. આ તેલને રિફાઇનરીઓમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં ફેરવવામાં આવે છે. યુક્રેન સાથેના યુદ્ધ બાદ યુરોપિયન દેશોએ રશિયન તેલને ખરીદવાની ના પાડી હતી. જે પછી રશિયાએ તેલની ખરીદીમાં છૂટ આપી હતી.

રશિયા પાસેથી ઘણું તેલ ખરીદી રહ્યું છે ભારત

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઇએ)એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ચીને રશિયાના કાચા તેલની નિકાસનો 47 ટકા હિસ્સો ખરીદ્યો છે, ત્યારબાદ ભારત (37 ટકા), યુરોપિયન યુનિયન (સાત ટકા) અને તુર્કિયે (છ ટકા)નો નંબર આવે છે. માત્ર તેલ જ નહીં ચીન અને ભારતે રશિયા પાસેથી કોલસો પણ ખરીદ્યો છે.

કોલસાની ખરીદીમાં પણ ભારત આગળ

એક રિપોર્ટ અનુસાર 5 ડિસેમ્બર 2022થી જુલાઈ 2024ના અંત સુધી ચીને રશિયાની કુલ કોલસાની નિકાસના 45 ટકા હિસ્સો ખરીદ્યો છે. તે પછી ભારતે 18 ટકા ખરીદી કરી છે. તુર્કિયે 10 ટકા, દક્ષિણ કોરિયાએ 10 ટકા અને તાઇવાને 5 ટકાની ખરીદી છે.

આ પણ વાંચો – વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના સૌથી મોટા નેતા, છતાં રાહુલ ગાંધીને પ્રથમ હરોળમાં સ્થાન ન મળ્યું

રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાનો નિર્ણય લેવાયો હતો

માર્ચ મહિનામાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી નહીં કરે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આવું બન્યું હતું. આ એક અહેવાલના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું.

ઘણા પશ્ચિમી દેશોએ રશિયા સાથેના તેમના સંબંધો કાપી નાખ્યા છે. ઘણા દેશોએ પુતિનના રાષ્ટ્ર સાથેના વેપાર સંબંધો પર પણ પ્રતિબંધ મુક્યો છે. એવા રિપોર્ટ હતા કે ભારતની બધી રિફાઇનરોએ પીજેએસસી સોવકોમફ્લોટ ટેન્કરો પર લઇ જવાતા રશિયન ક્રૂડ ઓઇલ લઈ જવાનો ઇન્કાર કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ