વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં શોધ્યા શિવ અને શક્તિ, આકાશગંગાની ઉત્પત્તિ વિશે ખુલશે મોટા રહસ્યો

Milky Way Galaxy Shiva Shakti : બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે સંશોધન કરનાર વૈજ્ઞાનિકોએ આકાશગંગાના સૌથી જૂના બિલ્ડિંગ બ્લોક્સ શોધી કાઢ્યા છે, જેને શિવ અને શક્તિ નામ આપ્યું છે.

Written by Ajay Saroya
March 23, 2024 01:00 IST
વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં શોધ્યા શિવ અને શક્તિ, આકાશગંગાની ઉત્પત્તિ વિશે ખુલશે મોટા રહસ્યો
આકાશગંગાના ભૂતકાળના રહસ્યોનું સંશોધન કરનાર ખગોળશાસ્ત્રીઓએ જૂની આકાશગંગા - શિવ અને શક્તિના અવશેષ શોધ્યા, જે આપણી આકાશગંગાની રચના કરવા માટે એકબીજામાં વિલિન થયા હતા.(Photo - Max Planck Institute)

Milky Way Galaxy Shiva Shakti : અવકાશ એટકે બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા વૈજ્ઞાનિક સતત સંશોધન કરી રહ્યા છે. ભારતની પ્રાચીન વૈદિક સંસ્કૃત્તિમાં બ્રહ્માંડની ઉત્પત્તિ શિવ અને શક્તિમાંથી થઇ હોવાનું માનવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકો પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે. મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોનોમીએ ગુરુવારે ઘોષણા કરી હતી કે ખગોળશાસ્ત્રીઓએ આકાશગંગાના સૌથી જૂના બિલ્ડિંગ બ્લોક્સ શોધી કાઢ્યા છે, જેને શિવ અને શક્તિ નામ આપવામાં આવ્યું છે.

આ બે તારા આકાશગંગાના તે અવશેષો છે, જે 12 કે 13 અબજ વર્ષ પહેલા આકાશગંગાના અગાઉના સંસ્કરણ સાથે વિલિન થઇ ગયા હતા, જેણે અકાશગંગાના વિકાસમાં યોગદાન આપ્યું છે.

મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોનોમી સંસ્થાના ખગોળશાસ્ત્રીઓએ આ બે ઘટકોને શક્તિ અને શિવ નામ આપ્યુ છે અને યુરોપીયન સ્પેસ એજન્સીના ગૈયા સેટેલાઇટ અને SDSS સર્વેના ડેટાને સંયોજિત કર્યા પછી તેમની ઓળખ કરી. આ બ્રહ્માંડની ઉત્પત્તિના શરૂઆતના ઘટકોની શોધ સમાન માનવામાં આવે છે.

આકાશગંગામાં વિસ્ફોટ અને વિલિનીકરણ ઘણી બાબતોને ગતિ આપે છે. દરેક ગેલેક્સી હાઇડ્રોજન ગેસનો પોતાનો ભંડાર લઇ જશે અને જ્યારે અથડાશે ત્યારે આ વાદળો અસ્થિર થઈ જશે અને અંદર ઘણા નવા તારાઓ બનશે. અલબત્ત, અથડામણ પહેલા બંને આકાશગંગાની પાસે તેમના પોતાના તારાઓનું સમૂહ હશે અને આ તારામંડળ ફક્ત કેટલીક તારાઓની ઉત્પત્તિ માટે જવાબદાર હશે જે નવી-સંયોજિત આકાશગંગાનું નિર્માણ કરે છે. જો કે બે આકાશગંગાનું વિલીનીકરણ થાય છે અગાઉ કઇ જૂની આકાશગંગામાં કયા તારાઓ આવ્યા હતા તે ઓળખવું મુશ્કેલ કામ છે.

પરંતુ મૂળભૂત ભૌતિકશાસ્ત્ર કડીઓ પ્રદાન કરે છે. જ્યારે આકાશગંગા વચ્ચે અથડામણ થાય છે અને તેમના તારાઓ એકબીજામાં ભળી જાય છે, ત્યારે મોટાભાગના તારાઓ અમુક મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે જે તેઓ જે આકાશગંગામાંથી આવ્યા હતા તેની ગતિ અને દિશા સાથે જોડાયેલા હોય છે. સમાન પુરોગામી આકાશગંગા માંથી આવેલા તારાઓ ઊર્જાના સમાન મૂલ્યો વહેંચે છે અને જેને વૈજ્ઞાનિકો એંગ્લર મોમેન્ટમ (Angular Momentum) કહે છે. આકાશગંગાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ફરી રહેલા તારાઓ માટે એંગ્લર મોમેન્ટ અને ઊર્જા બંને સુરક્ષિત રાખે છે.

આ સંશોધન માટે, અવકાશ વિજ્ઞાન ના ખગોળશાસ્ત્રીઓએ સ્લોન ડિજિટલ સ્કાય સર્વેના તારાઓના સ્પેક્ટ્રા ડેટા સાથે મળીને Gaia ડેટાને તપાસ્યા છે. SDSS એ તારાઓની રાસાયણિક રચનાઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરી. સંશોધકે જણાવ્યું હતું કે, અમે અવલોકન કર્યું કે ધાતુ-નબળા તારાઓની ચોક્કસ શ્રેણી માટે, તારાઓ ઊર્જા અને એંગ્લર મોમેન્ટના બે વિશિષ્ટ સંયોજનોની આસપાસ જોડાયેલા હતા.

તેમની હાલની શોધ માટે, મલ્હાન અને રિક્સે સ્લોન ડિજિટલ સ્કાય સર્વે (DR17) ના વિગતવાર તારાઓની સ્પેક્ટ્રા સાથે મળીને ગૈયા ડેટાનો ઉપયોગ કર્યો. બાદમાં તારાઓની રાસાયણિક રચના વિશે વિગતવાર માહિતી પ્રદાન કરી.

આ પણ વાંચો | એઆઈ ટેકનોલોજી યુદ્ધમાં દુશ્મનના ઠેકાણા કરશે નેસ્ત નાબૂદ, યુએસ સેના દ્વારા વોર ગેમમાં પ્રયોગ શરૂ

સંશોધક ખ્યાતિ મલ્હાને એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે અવલોકન કર્યું કે ધાતુ-નબળા તારાઓની ચોક્કસ શ્રેણી માટે, તારાઓ ઊર્જા અને કોણીય ગતિના બે વિશિષ્ટ સંયોજનોની આસપાસ જોડાયેલા હતા. શક્તિ અને શિવ આપણા આકાશગંગાના જૂના તારામંડળમાં પ્રથમ બે તારા હોઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ