Mock Drill Blackout News : પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. આ તનાવ વચ્ચે ભારત આવતીકાલે 7 મે ના રોજ દેશવ્યાપી સુરક્ષા કવાયત માટે તૈયાર છે. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બુધવારે દેશભરના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. ગૃહ મંત્રાલયે રાજ્યોને મોકડ્રીલ અંગે આપેલી સૂચનાઓમાં 54 વર્ષમાં પ્રથમ ‘ક્રેશ બ્લેકઆઉટ પગલાંની જોગવાઈ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નુકસાનને ઓછું કરવા માટે દુશ્મનના વિમાનો દ્વારા હવાઈ હુમલા દરમિયાન બ્લેકઆઉટ લાગુ કરવામાં આવે છે. 2003ના એક દસ્તાવેજમાં ભારતમાં નાગરિક સંરક્ષણના સામાન્ય સિદ્ધાંતો, હવાઈ હુમલા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે દર્શાવવામાં આવ્યું છે. આ બ્લેકઆઉટ્સને કેવી રીતે લાગુ કરવું જોઈએ તે પણ વિગતવાર સમજાવે છે.
શું તમારે કારની લાઇટ્સ બંધ કરવી પડશે?
દસ્તાવેજમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે કે બ્લેકઆઉટમાં સહાય માટે કાર અને અન્ય વાહનોની લાઇટ્સને કેવી રીતે કવર કરવી જોઈએ. તેમાં જણાવાયું છે કે મોટર વાહન પરની તમામ લાઇટ્સનું સ્ક્રીન કરવું જોઈએ. ત્રણ રીતો બતાવવામાં આવી છે. પ્રથમ રીત એ છે કે કાચની ઉપર સૂકા ભૂરો કાગળ લગાવવો, નીચેના અડધા ભાગ પર એક જાડાઈ અને ઉપરના અડધા ભાગ પર બે જાડાઇના કાગળ લગાવવા. આનો અર્થ એ છે કે હેડલેમ્પના નીચેના ભાગમાંથી ઝાંખો પ્રકાશ બહાર આવશે.
આ પણ વાંચો – આવતીકાલે યુદ્ધ સાયરનની ‘મોક ડ્રીલ’ યોજાશે, એક નાગરિક તરીકે તમારે શું કરવું અને શું ન કરવું?
બીજી રીત એ છે કે કાચની પાછળના ભાગમાં એક કાર્ડબોર્ડ ડિસ્ક દાખલ કરવી, જે સમગ્ર વિસ્તારને આવરી લે છે. જેમાં બલ્બના સેન્ટરથી નીચે અડધો ઇંચ 1/8 ઇંચનો પહોળો એક હોરિજેન્ટલ સ્લિટ હોય છે. દસ્તાવેજ જણાવે છે કે રિફ્લેક્ટર એવી રીતે આવરી લેવું જોઈએ કે કોઈ પણ લાઇટ રિફ્લેક્ટરથી પરાવર્તિત ન થાય. ત્રીજી પદ્ધતિમાં દસ્તાવેજમાં હાથથી ચાલતી ટોર્ચ માટેના પણ માનક નક્કી કરવામાં આવ્યાં છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે તેને પણ કાગળમાં લપેટવી જોઈએ.
શું ઘરની લાઈટો પણ બંધ થઈ જશે?
લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લો(રિટાયર્ડ)એ જણાવ્યું હતું કે અગાઉ સરહદી વિસ્તારોમાં આવી મોકડ્રીલ ખૂબ જ સામાન્ય હતી. એવું નથી કે પાકિસ્તાન દરેક ઘર પર હુમલો કરશે, તેમની પાસે તેના માટે પૈસા કે દારૂગોળો નથી. આરામથી પ્રેક્ટિસ કરો, જ્યાં સુધી બ્લેકઆઉટની વાત છે, તમારે ફક્ત તમારી બારીઓ પર કાળી ચાદરો લગાવવાની છે અને કાળા પડદા લગાવવાના છે. જેથી અંદર થોડો પણ પ્રકાશ હોય તો ઉપર ઉડતા વિમાનો તેને જોઈ શકે નહીં. આ એક નિયમિત વાત છે, તે એક સામાન્ય બાબત છે. અધિકારીઓને સહકાર આપો અને જો તમે આ અભ્યાસનું યોગ્ય રીતે પાલન કરશો તો કોઈ પણ નાગરિકને કશું થવાનું નથી.





