/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Mock-Drill.jpg)
Mock Drill : મોકડ્રીલ દરમિયાન સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સજાગ કરવામાં આવી રહ્યા છે (ANI)
What will happen in mock drill : બુધવારને 7 મે ના રોજ દેશના 244 જિલ્લામાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારીના સંદર્ભમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. લોકોને પહેલાથી જ હુમલામાં થતી પરિસ્થિતિઓથી વાકેફ કરવા માટે મંગળવારે મોકડ્રીલ કવાયત હાથ ધરવામાં આવશે. દેશમાં મોકડ્રીલને લઇને લોકોના મનમાં તમામ પ્રકારના પ્રશ્નો છે. લોકો જાણવા માંગે છે કે મોકડ્રીલ દરમિયાન શાળા, કોલેજો, બેંકો કે અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ બંધ રહેશે કે નહીં. આવા સવાલોના જવાબ અહીં જણાવી રહ્યા છીએ.
શું મોકડ્રીલ દરમિયાન શાળાઓ બંધ રહેશે?
દેશમાં ક્યાંય પણ મોકડ્રીલના કારણે શાળાઓ કે કોલેજો બંધ નહીં રહે. બોર્ડર નજીક આવેલી ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે હુમલાની સ્થિતિમાં શું કરવું જોઈએ.
મોકડ્રીલ દરમિયાન બેંકો બંધ રહેશે?
ના, મોકડ્રીલ દરમિયાન બેંકો રાબેતા મુજબ કામ કરશે. તેવી જ રીતે તમે બેંકના એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો.
મોકડ્રીલ દરમિયાન ઈન્ટરનેટ કામ નહીં કરે?
મોકડ્રીલ દરમિયાન ઇન્ટરનેટ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સામાન્ય દિવસોની જેમ બુધવારે પણ ઇન્ટરનેટ સરળતાથી કામ કરશે. લોકો ફોન કોલ પણ કરી શકશે.
મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલો બંધ રહેશે?
ના, મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલો અને ફાર્મસીઓ રાબેતા મુજબ ખુલ્લી રહેશે.
આ પણ વાંચો - મોકડ્રીલ : બ્લેક આઉટ દરમિયાન શું કાર અને ઘરની લાઇટો પણ કરવી પડશે બંધ?
શું સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેશે?
ના, સરકારી અને ખાનગી કચેરીઓ મોકડ્રીલ દરમિયાન રાબેતા મુજબ કાર્યરત રહેશે.
બ્લેક આઉટ દરમિયાન શું થાય છે?
રાત્રિ દરમિયાન દુશ્મનના હવાઈ હુમલા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવે છે. આથી નુકસાનને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટ લાઈટ, કોર્પોરેટ લાઈટ અને વ્હીકલ લાઈટ બંધ કરવાની જોગવાઈ છે. નિયમ મુજબ મોટર વાહનો પર બીમ ફેંકતી લાઈટને કવર કરવી પડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us