Modi Cabinet 2024 Ministers – Ministries : મોદી સરકાર કેબિનેટ મંત્રીઓ : કોને કયું મંત્રાલય મળ્યું? જુઓ સંપૂર્ણ લિસ્ટ

Modi Cabinet 2024 Ministers and Ministries list : પીએમ મોદી 3.0 સરકારમાં કેબિનેટ મિનિસ્ટર, રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને રાજ્યકક્ષા મંત્રીઓએ શપથ લીધા, હવે કોને કયું મંત્રાલય મળ્યું તે જોઈએ.

Written by Kiran Mehta
Updated : June 10, 2024 21:18 IST
Modi Cabinet 2024 Ministers – Ministries : મોદી સરકાર કેબિનેટ મંત્રીઓ : કોને કયું મંત્રાલય મળ્યું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
પીએમ મોદી 3.0 સરકારમાં કેબિનેટ મિનિસ્ટર અને મંત્રાલય

Modi Cabinet 2024 Ministers and Ministries : પીએમ મોદીએ સતત ત્રીજી વખત રવિવારે ભારતના પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે એનડીએ ગઠબંધન સરકારના 71 સાંસદોએ મંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં 30 કેબિનેટ કક્ષાના મંત્રી, પાંચ રાજ્યમંત્રી નો સ્વતંત્ર હવાલો અને 36 રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણના બીજા દિવસે મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે.

પીએમ મોદીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને ત્રીજા કાર્યકાળની સરકાર ચલાવવાનો કાર્યભાળ સંભાળ્યો છે.

પ્રધાનમંત્રીમંત્રાલય
નરેન્દ્ર મોદીકર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ અને અન્ય તમામ પોર્ટફોલિયો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી

મોદી સરકાર કેબિનેટ મંત્રી અને મંત્રાલય

મોદી સરકારના કેબિનેટમાં કેટલાક જૂના ચહેરાઓ છે તો કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ થયો છે. જેમાં એનડીએ ગઠબંધનના જેડીયુ, ટીડીપી, લોજપા, એચઆરએમ સહિતની પાર્ટીઓના સાંસદ સભ્યોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોદી સરકાર 3.0માં કોને કયા ખાતા મળ્યા તે વિશે જાણીએ.

કેબિનેટ મંત્રીઓમંત્રાલય
રાજનાથ સિંહરક્ષા મંત્રી
અમિત શાહગૃહ મંત્રી અને સહકાર મંત્રી
નીતિન ગડકરીરોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી
જેપી નડ્ડાઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી
શિવરાજસિંહ ચૌહાણકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી
નિર્મલા સીતારામનનાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી
ડૉ. એસ. જયશંકરવિદેશ મંત્રી
મનોહર લાલ ખટ્ટઆવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી
એચ ડી કુમારસ્વામીભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી
પિયુષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણ મંત્રી
જીતન રામ માંઝીસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
રાજીવ રંજન સિંહપંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી
સર્વાનંદ સોનોવાલબંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી
ડૉ. વીરેન્દ્ર કુમારસામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
કિંજરાપોર આર નાયડુનાગરિક ઉડ્ડયન મંત્રી
પ્રહલાદ જોષીગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી.
જુઅલ ઓરમઆદિજાતિ બાબતોના મંત્રી
ગિરિરાજ સિંહકાપડ મંત્રી
અશ્વિની વૈષ્ણવરેલવે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી
જ્યોતિરાદિત્યા સિંધિયાસંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી
ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી
ગજેન્દ્ર સિંહ શેખાવતસંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી
અન્નપૂર્ણા દેવીમહિલા અને બાળ વિકાસ મંત્રી
કિરણ રિજિજુસંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન
હરદિપસિંહ પુરીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી
ડૉ.મનસુખ માંડવિયાશ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી
જી કિશન રેડ્ડીકોલસા મંત્રી અને ખાણ મંત્રી
ચિરાગ પાસવાનફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી
સી આર પાટીલજલ શક્તિ મંત્રી

મોદી સરકાર રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો

મોદી સરકારના કેબિનેટમાં રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલામાં પાંચ મંત્રીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાવ ઈન્દ્રજીત સિંહ, ડો. જીતેન્દ્રસિંહ, અર્જુન રામ મેગવાલ, પ્રતાપ રાવ જાધવ અને જયંત ચૌધરીનો સમાવેશ થાય છે.

રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલોમંત્રાલય
રાવ ઈન્દ્રજીત સિંહઆંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ડૉ જીતેન્દ્રસિંહવિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, રાજ્યમાં રાજ્ય મંત્રી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારતમાં અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી.
અર્જુન રામ મેઘવાલકાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
પ્રતાપ રાવ જાધવઆયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

મોદી સરકાર રાજ્યકક્ષાના મંત્રી અને મંત્રાલય

જો રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો, 3.0 મોદી સરકારમાં 36 સાંસદોને રાજ્યકક્ષા મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રામદાસ આઠવલે, જીતેન પ્રસાદ, કેરળના પ્રથમ ભાજપ સાંસદ સુરેશ ગોપી, ગુજરાતના ભાવનગર બેઠકના સાંસદ નિમુબેન બાંભણિયા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યકક્ષા મંત્રીઓમંત્રાલય
જીતેન પ્રસાદવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
શ્રીપદ નાયકપાવર મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયમાં રાજ્યમંત્રી
પંકજ ચૌધરીનાણા મંત્રાલયમાં રાજ્યમંત્રી
કિશન પાલસહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
રામદાસ આઠવલેસામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
રામનાથ ઠાકુરકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
નિત્યાનંદ રાયગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
અનુ પ્રિયા પટેલઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રસાયણ-ખાતર મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
વી સોમન્નાજલ શક્તિ મંત્રાલય અને રેલવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ડૉ. ચંદ્રશેખરગ્રામીણ વિકાસ મંત્રાલય અને સંચાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
એસપી સિંહ બઘેલમત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
શોભા કરણ રાજેસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
કીર્તિવર્ધન સિંહપર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
બી એલ વર્માગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
શાંતનુ ઠાકુરબંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
સુરેશ ગોપીપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ડૉ એલ મુરુગનમાહિતી અને પ્રસારણ મંત્રાલય અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
અજય તમટારોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
બંડી સંજય કુમારગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
કમલેશ પાસવાનગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ભગીરથ ચૌધરીકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
સતીશચંદ્ર દુબેકોલસા મંત્રાલયમાં અને ખાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
સંજય શેઠસંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
રણજીત સિંહફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય અને રેલવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
દુર્ગા દાસ ઉઇકેઆદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
રક્ષા નિખિલ ખડસેયુવા બાબતો અને રમતગમત મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
સુકાંતો મઝુમદારશિક્ષણ મંત્રાલય અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
સાવિત્રી ઠાકુરમહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
પોકણ શાહુઆવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ડૉ. રાજભૂષણ ચૌધરીજલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
ભૂપતિ રાજુ વર્માભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
હર્ષ મલ્હોત્રાકોર્પોરેટ બાબતોના મંત્રાલય અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
નિમુબેન બાંભણિયાગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
મુરલીધરસહકાર મંત્રાલયમાં અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
જ્યોર્જ કુરિયનલઘુમતી બાબતોના મંત્રાલય અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
પવિત્રા માર્ગારીટાવિદેશ મંત્રાલય અને કાપડ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.

તમને જણાવી દઈએ કે, 2019માં 26 કેબિનેટ મંત્રી, ત્રણ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને 43 રાજ્યકક્ષાના મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે, મોદી 2.0 સરકારે 7 જુલાઈ, 2021 ના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું, જેમાં કેટલાક વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, નવા મંત્રાલયો ઉમેરવામાં આવ્યા હતા અને કેટલાક મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોModi Cabinet Minister List 2024: મોદી સરકાર 3.0 : કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ, જુઓ કોને કોને મળ્યું સ્થાન, સંપૂર્ણ લીસ્ટ

ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતૃત્વહેઠળ એનડીએ ગઠબંધને તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી 2024 માં 293 બેઠકો જીતીને કેન્દ્ર સરકારના નેતા તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે વિરોધ પક્ષ, ઈન્ડિયા ગઠબંધન, આગામી સંસદીય સત્ર માટે તેની સંખ્યા 232 બેઠકો સુધી લઈ જવામાં સફળ રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ