દેશમાં બનશે 12 ઓદ્યોગિક સ્માર્ટ શહેર, 10 લાખ લોકોને મળશે રોજગાર, મોદી કેબિનેટે આપી મંજૂરી

12 industrial smart cities : કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનાથી લગભગ 10 લાખ પ્રત્યક્ષ રોજગાર અને 30 લાખ અપ્રત્યક્ષ રોજગારની સંભાવના ઉભી થશે

12 industrial smart cities : કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનાથી લગભગ 10 લાખ પ્રત્યક્ષ રોજગાર અને 30 લાખ અપ્રત્યક્ષ રોજગારની સંભાવના ઉભી થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ashwini Vaishnaw, industrial smart cities

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ (તસવીર - એક્સપ્રેસ)

12 industrial smart cities : કેન્દ્રીય કેબિનેટે આજે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેનાથી લગભગ 10 લાખ લોકોને રોજગાર મળશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રીએ આ વિશે માહિતી આપી છે. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 28,602 કરોડ રૂપિયા હશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ ઓદ્યોગિક સ્માર્ટ શહેરો નેશનલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલેપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે.

Advertisment

લગભગ 10 લાખ પ્રત્યક્ષ રોજગાર મળશે

કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનાથી લગભગ 10 લાખ પ્રત્યક્ષ રોજગાર અને 30 લાખ અપ્રત્યક્ષ રોજગારની સંભાવના ઉભી થશે. પ્લગઇન પ્લે અને વોક-ટુ-વર્ક કન્સેપ્ટ્સ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આજે સમગ્ર વિશ્વમાંથી મેન્યુફેક્ચરિંગ ભારત તરફ શિફ્ટ થઇ રહી છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હોય, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હોય કે પછી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હોય, બધા ભારત તરફ શિફ્ટ થઈ રહ્યા છે. આ કોરિડોર અને આ ઓદ્યોગિક ક્ષેત્રના પ્રોજેક્ટ્સ તે પરિવર્તનને વેગ આપશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 12 શહેરોમાંથી માત્ર 11 શહેરોના નામ જાહેર કર્યા હતા. અંતિમ નામ જાહેર ન કરવાનું કારણ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણીને કારણે લાગુ આદર્શ આચાર સંહિતા ગણાવી હતી . તેમણે એમ પણ માહિતી આપી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પૂર્વના રાજ્યોને હાઇડ્રો પાવર વિકાસ માટે 4136 કરોડ રૂપિયાની ઇક્વિટી સપોર્ટને પણ મંજૂરી આપી છે.

આ પણ વાંચો - પીએમ મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત, જાણો શું થઇ ચર્ચા

Advertisment

12 નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી

શહેરરાજ્ય
રાજપુરા-પટિયાલાપંજાબ
ખુરપિયાઉત્તરાખંડ
આગ્રાઉત્તર પ્રદેશ
પ્રયાગરાજઉત્તર પ્રદેશ
ગયાબિહાર
દિધી પોર્ટમહારાષ્ટ્ર
જોધપુર-પાલીરાજસ્થાન
કોપ્પર્થીતેલંગાણા
ઝહીરાબાદતેલંગાણા
ઓર્વાકલઆંધ્ર પ્રદેશ
પલક્કડકેરળ

ત્રણ રેલવે પ્રોજેક્ટને પણ કેબિનેટની મંજૂરી મળી

આ ઉપરાંત ત્રણ રેલવે પ્રોજેક્ટને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જમશેદપુર પુરુલિયા આસનસોલ, સુંદરગઢ જિલ્લાના સરડેગાથી રાયગઠ જિલ્લાના ભાલુમુડા સુધી 37 કિલોમીટર લાંબી નવી ડબલ લાઇન, બરગઢ રોડથી નવાપારા (ઓડિશા) સુધીની 138 કિલોમીટર લાંબી નવી લાઇનનો સમાવેશ થાય છે. મંત્રીમંડળે દેશભરના 234 શહેરોમાં 734 ખાનગી એફએમ રેડિયો ચેનલોની હરાજીને પણ મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકાર india દેશ PM Narendra Modi