Caste Census: જાતિ જનગણના કરાવશે મોદી સરકાર, કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય

Caste Census Biggest Decision : કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આવનાર વસ્તી ગણતરીમાં જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે

Caste Census Biggest Decision : કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આવનાર વસ્તી ગણતરીમાં જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | PM Modi | Narendra Modi

PM Narendra Modi: પીએમ નરેન્દ્ર મોદી. (Photo: @narendramodi)

Caste Census Biggest Decision: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. કેબિનેટે બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી વિપક્ષ દ્વારા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો તેને ચૂંટણીનો મુદ્દો પણ બનાવી દીધો હતો. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આવનાર વસ્તી ગણતરીમાં જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે.

Advertisment

વસ્તી ગણતરીના ડેટાને સંવેદનશીલ માનવામાં આવે છે અને તેની વ્યાપક અસર પડે છે. અન્ન સુરક્ષા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અને મતવિસ્તારોના સીમાંકન જેવી ઘણી યોજનાઓ તેના પર આધારિત છે. ડેટાનો ઉપયોગ સરકારો, ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે. જૂન 2024 સુધી ભારત વિશ્વનાએ 44 દેશોમાંથી એક હતો જેણે આ દાયકામાં વસ્તી ગણતરી કરાવી નથી.

આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં

પત્રકારોને સંબોધતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેયર્સ (CCPA) ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આ એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જાતિ વસ્તી ગણતરી મૂળભૂત વસ્તી ગણતરીનો ભાગ રહી નથી.

તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ પોતાના સ્તરે જાતિ સર્વેક્ષણો કર્યા છે, પરંતુ સામાજિક માળખાને સમજવા માટે એક સર્વાંગી અભિગમ જરૂરી છે. CCPA એ નિર્ણય લીધો છે કે હવે જાતિઓની ગણતરી આગામી વસ્તી ગણતરીમાં કરવામાં આવશે, કોઈ અલગ સર્વેક્ષણ હેઠળ નહીં.

Advertisment

આ પણ વાંચો - આતંકવાદને યોગ્ય જવાબ મળશે, ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે… હાઈલેવલ મીટિંગ બાદ બોલ્યા PM નરેન્દ્ર મોદી

શિલોંગ અને સિલચર વચ્ચે એક નવા હાઇવેના નિર્માણને મંજૂરી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે શિલોંગ અને સિલચર વચ્ચે એક નવા હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 22,864 કરોડ રૂપિયા હશે. આ સાથે 2025-26ની શેરડીની સિઝન માટે ખેડૂતોને રાહત આપતા, પ્રતિ ક્વિન્ટલ 355 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને પણ મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર india દેશ PM Narendra Modi