મોહન ભાગવતે કહ્યું – અહિંસા આપણો ધર્મ છે પરંતુ અત્યાચારીઓને સજા આપવી એ રાજાની ફરજ છે

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે ભારત ક્યારેય તેના પાડોશી દેશને નુકસાન પહોંચાડતું નથી, પરંતુ જો કોઈ દેશ અથવા જૂથ ખોટો રસ્તો અપનાવે છે અને અત્યાચાર કરે છે, તો રાજાની ફરજ છે કે તે તેની પ્રજાનું રક્ષણ કરે

Written by Ashish Goyal
April 26, 2025 21:27 IST
મોહન ભાગવતે કહ્યું – અહિંસા આપણો ધર્મ છે પરંતુ અત્યાચારીઓને સજા આપવી એ રાજાની ફરજ છે
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત. (તસવીર: Jansatta)

rss chief mohan bhagwat : પહેલગામ આતંકી હુમલા બાદ આખો દેશ ગુસ્સામાં છે. દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે બદલો લેવા માંગે છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. આરએસએસના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે અહિંસા આપણો ધર્મ છે પરંતુ અત્યાચારીઓને સજા આપવી એ એક રાજાની ફરજ છે. રાજાનો મતલબ તેમનો અહીં સરકાર સાથે હતો. ભાગવત ‘ધ હિન્દુ મેનિફેસ્ટો’ નામના પુસ્તકના લોકાર્પણ પ્રસંગે બોલી રહ્યા હતા.

રાજાની ફરજ છે કે તે પોતાની પ્રજાનું રક્ષણ કરે – ભાગવત

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે ભારત ક્યારેય તેના પાડોશી દેશને નુકસાન પહોંચાડતું નથી, પરંતુ જો કોઈ દેશ અથવા જૂથ ખોટો રસ્તો અપનાવે છે અને અત્યાચાર કરે છે, તો રાજાની ફરજ છે કે તે તેની પ્રજાનું રક્ષણ કરે. રાવણના વધનું ઉદાહરણ આપતા ભાગવતે કહ્યું કે ભગવાને રાવણનો વધ કર્યો અને તે હિંસા નથી. મોહન ભાગવતે કહ્યું કે અત્યાચાર કરનારાઓને રોકવા એ આપણો ધર્મ છે. પ્રજાનું રક્ષણ કરવું અને દોષિતોને સજા કરવી એ રાજાની ફરજ છે.

મોહન ભાગવતે કહ્યું કે રાવણનો વધ તેના કલ્યાણ માટે થયો હતો. એ હિંસા ન હતી પણ અહિંસા હતી. મોહન ભાગવતે કહ્યું કે જ્યારે કોઈ દમનની તમામ હદો પાર કરી લે છે અને તેનો કોઈ ઉપાય બાકી રહેતો નથી, ત્યારે તેનો વધ કરવો એ એક પ્રકારની અહિંસા છે અને ધર્મનું પાલન છે.

આ પણ વાંચો – પહેલગામ આતંકી હુમલો : ભારતના એક્શનથી આતંકી સંગઠન TRF એ નિવેદન પલટ્યું

મોહન ભાગવતે પોતાના આખા ભાષણમાં પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તેમણે આ નિવેદનને ધ્યાનમાં રાખીને આપ્યું છે. જોકે તેમણે પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે પાકિસ્તાન પર બોલી રહ્યા હતા.

મોદી સરકારે શું નિર્ણયો કર્યા?

પહેલગામ આતંકી હુમલામાં 26 નાગરિકોના મોત થયા છે. તેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આતંકી હુમલા બાદ મોદી સરકારે કડક પગલું ભરતાં સિંધુ જળ સંધિ અટકાવી દીધી હતી. આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોના તમામ પ્રકારના વિઝા પણ રદ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ