ચૂંટણી પરિણામો બાદ આરએસએસ ચીફ મોહન ભાગવતના પાંચ નિવેદનો, જેને નરેન્દ્ર મોદી પર પ્રહાર ગણવામાં આવી રહ્યા

Mohan Bhagwat RSS Statement : આરએસએસ ચીફ મોહન ભાગવત દ્વારા લોકસભા ચૂંટણી પરિણામ 2024 બાદ જે નિવેદનો સામે આવ્યા છે, તેને ભાજપ તથા નરેન્દ્ર મોદી પર પ્રહાર તરીકે તથા ભાજપના અહંકારીભર્યા આત્મવિશ્વાસ તરીકે તેને જોવામાં આવી રહ્યા.

Written by Kiran Mehta
Updated : July 19, 2024 13:41 IST
ચૂંટણી પરિણામો બાદ આરએસએસ ચીફ મોહન ભાગવતના પાંચ નિવેદનો, જેને નરેન્દ્ર મોદી પર પ્રહાર ગણવામાં આવી રહ્યા
આરએસએસ અને ભાજપ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું?

Statements of Mohan Bhagwat : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યા ત્યારથી સતત આ સવાલ ઉઠી રહ્યો છે કે, શું ભાજપ અને આરએસએસમાં બધું બરાબર નથી? તાજેતરમાં, આ વાતને વધુ વેગ મળ્યો જ્યારે સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે, આત્મ-વિકાસના ક્રમમાં, એક વ્યક્તિ ‘સુપરમેન’, પછી ‘દેવતા’ અને ‘ભગવાન’ બનવા માંગે છે અને ‘વિશ્વરૂપ’ બનવાની ઈચ્છા રાખે છે , પરંતુ આગળ શું થશે તે નિશ્ચિત નથી. ભાગવતના આ નિવેદનને પીએમ મોદીના બાયોલોજિકલ વાળા નિવેદન પર કટાક્ષ માનવામાં આવી રહ્યું છે.

ઝારખંડમાં એનજીઓ વિકાસ ભારતી દ્વારા આયોજિત એક બેઠકમાં બોલતા, મોહન ભાગવતે કહ્યું, “લોકોએ ક્યારેય તેમની સિદ્ધિઓથી સંતુષ્ટ ન થવું જોઈએ અને માનવજાતના કલ્યાણ માટે સતત કામ કરવું જોઈએ કારણ કે, વિકાસ અને માનવ મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી.” ” આરએસએસ વડાએ સૂચન કર્યું કે, માનવતાની સેવા કરવાનો જ પ્રયાસ કરવો જોઈએ.

તેમણે કહ્યું કે, આંતરિક અને બાહ્ય વિકાસનો કોઈ અંત નથી અને વ્યક્તિએ માનવતા માટે સતત કામ કરવું જોઈએ. ભાગવતે વધુમાં કહ્યું કે, “કાર્યકર્તાએ ક્યારેય તેના કામથી સંતુષ્ટ ન થવું જોઈએ. કામ ચાલુ જ રાખવું જોઈએ, પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત કામ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તેનો કોઈ અંત નથી અને વિવિધ ક્ષેત્રોમાં સતત કામ કરવું એ જ એકમાત્ર ઉપાય છે. આપણે આ વિશ્વને ભારતની પ્રકૃતિની જેમ સુંદર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

ભાગવતે નરેન્દ્ર મોદી અને ભાજપ પર કર્યા પ્રહારો

આ પહેલીવાર નથી જ્યારે RSSના વડા મોહન ભાગવતે પ્રત્યક્ષ અને આડકતરી રીતે નરેન્દ્ર મોદી અથવા ભાજપ પર નિશાન સાધ્યું હોય. જ્યારથી લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આવ્યા છે, ત્યારથી માત્ર ભાગવત જ નહીં પરંતુ RSSના ઘણા નેતાઓના નિવેદનો પરથી લાગે છે કે, ભાજપ અને RSS વચ્ચે બધુ બરાબર નથી. આવો જાણીએ સંઘ પ્રમુખના આવા જ કેટલાક નિવેદન જેમાં તેઓ પીએમ મોદી અથવા ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.

જૂન 2024 માં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ કહ્યું હતું કે, સાચા ‘સેવક’ને કોઈ અહંકાર નથી હોતો અને તે ‘ગૌરવ’ જાળવી રાખીને લોકોની સેવા કરે છે. આરએસએસના વડાએ લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન નૈતિકતા જળવાતી નથી.

‘ચૂંટણી પ્રચારમાં પ્રતિષ્ઠાનો અભાવ હતો’

ભાગવતે કહ્યું હતું કે, “અમારી પરંપરા સર્વસંમતિ બનાવવાની છે. તેથી સંસદમાં બે પક્ષો છે, જેથી કોઈપણ મુદ્દાની બંને બાજુઓ પર વિચાર કરી શકાય. પરંતુ આપણી સંસ્કૃતિની ગરિમા, આપણા મૂલ્યો જાળવવા જોઈએ. ચૂંટણી પ્રચારમાં ગરિમાનો અભાવ હતો. જેના કારણે વાતાવરણ ઝેરી બની ગયું હતું. ચૂંટણીમાં ટેક્નોલોજીનો ઉપયોગ ખોટો પ્રચાર અને ખોટી કહાનીઓ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. શું આ આપણી સંસ્કૃતિ છે?”

ભાગવતે કહ્યું હતું કે, “ચૂંટણી એ સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયા છે. સમાન વિચારધારાવાળી સંસદમાં કોઈપણ મુદ્દાના બંને પક્ષોનું પ્રતિનિધિત્વ થાય તે સુનિશ્ચિત કરવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્વાભાવિક રીતે, આવી સર્વસંમતિ હાંસલ કરવી એ વ્યક્તિઓ વચ્ચે પડકારરૂપ છે, જેઓ તીવ્ર સ્પર્ધા દ્વારા ત્યાં પહોંચ્યા છે તેથી અમે બહુમતી પર આધાર રાખીએ છીએ. સમગ્ર સ્પર્ધા આ હેતુ માટે છે. “જો કે, આ એક સ્પર્ધા છે, યુદ્ધ નથી.”

સાચા સેવકને કોઈ અહંકાર નથી હોતો – ભાગવત

નાગપુરમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના ‘કાર્યકર્તા વિકાસ વર્ગ-2’ના સમાપન કાર્યક્રમમાં RSS કાર્યકર્તાઓને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે, “સાચો સેવક કામ કરતી વખતે ગરિમા જાળવી રાખે છે. જે પ્રતિષ્ઠા જાળવી રાખે છે તે પોતાનું કામ કરે છે, પણ અલિપ્ત રહે છે. તેનામાં એવો કોઈ અહંકાર નથી કે મેં આ કર્યું. આવી વ્યક્તિને જ સેવક કહેવાનો અધિકાર છે.”

મણિપુર મુદ્દે પણ સરકારને ઘેરી હતી

મણિપુર મુદ્દે સરકાર પર પ્રહાર કરતા ભાગવતે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. આની પ્રાથમિકતા પર ચર્ચા થવી જોઈએ. છેલ્લા 10 વર્ષથી રાજ્યમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે, ત્યાં ગન કલ્ચર ખતમ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ છે. ત્યાં અચાનક વધી ગયેલો કે, ઉશ્કેરાયેલો તણાવ હજુ પણ સળગતો છે. તેના પર કોણ ધ્યાન આપશે? તેને પ્રાથમિકતા આપવાની અને તેના પર ધ્યાન આપવું એક કર્તવ્ય છે.”

‘સમાજ એ પોતાનો અભિપ્રાય આપ્યો છે, બધું એ પ્રમાણે થશે’

મોદી સરકારના શપથ ગ્રહણના એક દિવસ બાદ મોહન ભાગવતે કહ્યું હતું કે, “હમણાં જ ચૂંટણીઓ પૂરી થઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. સરકાર પણ બની, આ બધું થયું પણ તેની ચર્ચા હજુ ચાલી રહી છે. શું થયું, કેમ થયું, કેવી રીતે થયું, શું થયું. આપણા દેશમાં દર પાંચ વર્ષે બનતી આ ઘટના છે. સમાજે પોતાનો અભિપ્રાય આપ્યો છે, તેના પ્રમાણે બધું થશે. શા માટે, કેવી રીતે, અમે આમાં સામેલ થતા નથી. અમે લોકોના અભિપ્રાયને સુધારવાની અમારી ફરજ નિભાવતા રહીએ છીએ. દરેક ચૂંટણીમાં આવું થાય છે, આ વખતે પણ થયું છે. ચાલો બીજું શું થયું તેની ચર્ચા ન કરીએ.

RSSના ઘણા નેતાઓ ભાજપ પર નિશાન સાધી રહ્યા છે

માત્ર મોહન ભાગવત જ નહીં, આરએસએસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ચૂંટણી પરિણામો આવ્યા બાદથી ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. તાજેતરમાં જ આરએસએસ સાથે સંકળાયેલા વિચારક રતન શારદાએ કહ્યું હતું કે, આરએસએસ કેડરને મહત્વ આપવામાં આવતું નથી અને તેને હળવાશથી લેવામાં આવે છે.

રતન શારદાએ NEWS9 લાઈવને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન કે ભાજપ હવે આગળ વધી ગઈ છે અને એકલા હાથે દોડવા સક્ષમ છે, તે લોકસભા ચૂંટણી દરમિયાન ન આવવું જોઈએ. આરએસએસથી પ્રેરિત કોઈપણ સંગઠનની પોતાની કેડર હોય છે પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ઘણી વખત આરએસએસ કેડરને ખૂબ હળવાશથી લેવામાં આવે છે.

શારદાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મધ્યપ્રદેશ ગયા હતા ત્યારે સંઘ સાથે જોડાયેલા એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે, તેમના વિચારો સાંભળવામાં આવતા નથી. ભાજપ પોતાની પસંદગીના ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે કારણ કે, ભાજપને લાગે છે કે તે જંગી રીતે જીતશે અને આરએસએસને આ પ્રકારનું વર્તન પસંદ નથી.

RSS મેગેઝિનમાં ભાજપ પર લેખ

આરએસએસ-સંબંધિત મેગેઝિન ઓર્ગેનાઇઝરના એક લેખમાં, લોકસભા ચૂંટણીના પરિણામોને ભાજપ પર દોષ ઠેરવતા, કહેવામાં આવ્યું છે કે, “2024 ની સામાન્ય ચૂંટણીના પરિણામો અતિશય આત્મવિશ્વાસ ધરાવતા ભાજપના કાર્યકરો અને ઘણા નેતાઓ માટે વાસ્તવિકતાની તપાસ તરીકે સામે આવ્યા છે. તેમને ખ્યાલ ન હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું 400+ નું સૂત્ર ભાજપ માટે લક્ષ્ય હતું અને વિપક્ષ માટે પડકાર હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટર અને સેલ્ફી શેર કરીને નહીં, મેદાન પર સખત મહેનત દ્વારા લક્ષ્યો પ્રાપ્ત થાય છે. “તેઓ પોતપોતાની દુનિયામાં ખુશ હોવાથી, મોદીજીની આભામાંથી નીકળતી ચમકનો આનંદ માણી રહ્યા હતા, તેઓ જમીન પરના અવાજો સાંભળતા ન હતા.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ