Mudra Yojna : છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે પોતાની નીતિઓમાં નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનને કેન્દ્રમાં રાખ્યું છે. નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાથી લઈને તેમને સરળ લોન આપવા સુધી, સરકારે ઘણા પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. આવી જ એક યોજનાનું નામ છે મુદ્રા યોજના, જેના દ્વારા નાના વેપારીઓ, સ્ટાર્ટ અપ અને દુકાનદારોને સરળતાથી લોન આપવામાં આવે છે. હવે જ્યારે ચૂંટણી નજીક છે અને સરકાર ફરી સત્તામાં આવવા માટે વોટની અપીલ કરી રહી છે, ત્યારે તેમનું સંપૂર્ણ રિપોર્ટ કાર્ડ તમારી સમક્ષ રજૂ કરવું જરૂરી છે.
‘હિસાબ જરૂરી હૈ’ના આજના એપિસોડમાં, અમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વાત કરી રહ્યા છીએ. 2014 માં કેન્દ્રમાં સરકાર બન્યા પછી, નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનની શરૂઆતથી જ પીએમ મોદીના ફોકસમાં હતા, તેઓ ઇચ્છતા હતા કે, યુવાનો અને સમાજના અન્ય વર્ગોને ઓછા સમયમાં વધુ લોન અને તકો પૂરી પાડવામાં આવે. આ કારણોસર, મુદ્રા યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી, મુદ્રા એટલે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લિ.
સરળ શબ્દોમાં કહીએ તો, બેંક દ્વારા જ મુદ્રા યોજના દ્વારા સરળ લોન આપવામાં આવે છે, એટલે કે, લોન આપવાનું કામ ફક્ત બેંકનું જ છે, સરકાર માત્ર એ સુનિશ્ચિત કરી રહી છે કે, નાના ઉદ્યોગ સાહસિકોને તે સરળતાથી મળે, અને તેમના પર વધુ કોઈ વ્યાજ દર ન લાગે. સરકાર મુદ્રા હેઠળ ત્રણ પ્રકારની લોન આપે છે – શિશુ (રૂ. 50 હજારની લોન), કિશોર (રૂ. 50 હજારથી રૂ. 5 લાખની લોન), તરુણ (રૂ. 5 લાખથી રૂ. 10 લાખની લોન). હવે સરકારની આ યોજનાનું બે આધાર પર ડેટા દ્વારા વિશ્લેષણ કરી શકાય છે.
વિશ્લેષણનો પહેલો ભાગ એ છે કે, સરકારે સમાજના કયા વર્ગને કેટલી લોન મુદ્રા યોજના દ્વારા આપી છે. બીજો ભાગ એ છે કે જે લોકોને લોન આપવામાં આવી, તેમાંથી કેટલા લોકોએ તેને સમયસર પરત કરી અને કેટલી લોન એનપીએમાં ફેરવાઈ.
ચાલો આ ટેબલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે છેલ્લા 8 વર્ષમાં વિવિધ કેટેગરીમાં કેટલી લોન મળી
શિશુ લોન કેટલા લાભાર્થીઓ કેટલી મંજુર કેટલી પ્રાપ્ત થઈ 34 કરોડ 25 લાખ, 36 હજાર 204 લાભાર્થીઓ 9 લાખ 37 હજાર 338 કરોડની લોન મંજૂર 9 લાખ 26 હજાર 798 કરોડની લોન મળી કિશોર લોન 6 કરોડ 9 લાખ, 54 હજાર 997 લાભાર્થી 8 લાખ 57 હજાર 463 કરોડ લોન મંજૂરી 8 લાખ, 28 હજાર, 194 કરોડની લોન મળી તરુણ લોન 81 લાખ, 70 હજાર, 832 લાભાર્થી 5 લાખ 53 હજાર, 450 કરોડ લોન મંજૂરી 5 લાખ, 34 હજાર 788 કરોડની લોન મળી
હવે કેન્દ્ર સરકાર દાવો કરે છે કે, તેણે મુદ્રા યોજના દ્વારા મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે, આવી સ્થિતિમાં, ચાલો એક સરળ કોષ્ટક દ્વારા સમજીએ કે છેલ્લા 8 વર્ષમાં મુદ્રા યોજના દ્વારા કેટલી મહિલાઓને લોન મળી છે
સ્ત્રી લાભાર્થી કેટલી મંજુરી કેટલી પ્રાપ્ત થઈ 28 કરોડ, 24 લાખ, 88 હજાર 984 મહિલા લાભાર્થી 10 લાખ 58 હજાર 623 કરોડની લોન મંજૂર 10 લાખ 21 હજાર 457 કરોડ મહિલાઓને મળી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘હિસાબ જરૂરી હૈ’ એપિસોડમાં મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ નમામી ગંગે પર રિપોર્ટ કાર્ડ રજુ કરવામાં આવ્યું હતુ. તો આ મામલે વધારે વિગત જોવા અહીં ક્લિક કરો.





