ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ શનિવારે મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. આ સાથે જ તેમણે સોમનાથ મંદિર ટ્રસ્ટને પર 1.5 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે. ગઇકાલ શનિવારે તેઓ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની પૂજા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાદેવનો રૂદ્રાભિષેક પણ કર્યો હતો. અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ અલગ-અલગ સ્થળોએ પૂજા અને દાન કરતા જોવા મળ્યા છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટને દોઢ કરોડ રૂપિયાનું દાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને આકાશ અંબાણી મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર પહોંચ્યા ત્યારે મંદિર ટ્રસ્ટના ચેરમેન પીકે લહેરી અને સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. મંદિરના પૂજારીએ તેમને ચંદન અને શાલ ભેટમાં આપી હતી. અંબાણી પરિવાર પરંપરા સાથે જોડાટલા છે અને તમામ હિંદુ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. મળતી માહિતી મુજબ તેમણે મહાદેવની પૂજા કરી અને રૂદ્રાભિષેક કર્યો હતો. આ દરમિયાન અંબાણી પરિવાર વતી 1.51 કરોડ રૂપિયા સોમનાથ મંદિર ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યા હતા.
મુકેશ અંબાણી અને આકાશ અંબાણીનું ચંદન અને શાલથી સ્વાગત કરાયું
સોમનાથ મંદિરના દર્શન કરવા ગયેલા મુકેશ અંબાણી અને તેના પુત્ર આકાશ અંબાણીનું મંદિર ટ્રસ્ટના ચેરમેન પીકે લહેરી અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંનેનું ચંદન લગાવીને અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેએ શિવરાત્રી પર સોમનાથ મંદિરમાં મહાદેવની વિધિવત પૂજા કરી અને રૂદ્રાભિષેક પણ કર્યો. મંદિરમાં પૂજા કરતી વખતની તેમની તસવીરો પણ સામે આવી છે.
12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે સોમનાથ મંદિર
ગુજરાતના દરિયા કિનારે આવેલું સોમનાથ મંદિર એ ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ પૈકીનું સૌથી પહેલું અને પ્રાચીન મંદિરો છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં તેને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે કરાવ્યું હતું.
આની પહેલા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મુકેશ અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંબાણી પરિવાર તરફથી મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુકેશ અંબાણી સાથે તેમના પુત્ર અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ પણ હાજર રહી હતી.