/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/mukhtar-ansari-1.jpg)
મુખ્તાર અંસારી (Photo - @MukhtarAnsari09)
UP Gangster Mukhtar Ansari Death : ઉત્તર પ્રદેશનો સૌથી મોટો ડોન મુખ્તાર અંસારી હવે આ દુનિયામાં નથી. 60 વર્ષની વયે તેનું મોત થયું છે. ગુરુવારે મોડી રાત્રે તેને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને બાંદા જેલમાંથી મેડિકલ કોલેજમાં શિફ્ટ કરવામાં આવ્યો, પરંતુ હાલત એટલી નાજુક હતી કે ડોક્ટરો પણ અંસારીને બચાવી શક્યા નહીં. આ રીતે યુપીમાં વધુ એક ડોનનું પ્રકરણ હંમેશ માટે સમાપ્ત થઈ ગયું.
મુખ્તાર અંસારી અપરાધની દુનિયાનું મોટું નામ
તમને જણાવી દઇયે કે, મુખ્તાર અંસારીનો જન્મ 3 જૂન 1963ના રોજ ગાઝીપુર જિલ્લામાં થયો હતો. પિતાનું નામ સુભાન અલ્લાહ અંસારી અને માતાનું નામ બેગમ રાબિયા હતું. સૌથી રસપ્રદ વાત એ છે કે મુખ્તાર અંસારીએ ગુનાનો માર્ગ જરૂર અપનાવ્યો હતો, પરંતુ તેમનો પરિવાર ખૂબ જ પ્રતિષ્ઠિત હતો.
उत्तर प्रदेश: गैंगस्टर से नेता बने मुख्तार अंसारी का दिल का दौरा पड़ने से बांदा मेडिकल कॉलेज अस्पताल में निधन हो गया। pic.twitter.com/2enXWMo0VN
— ANI_HindiNews (@AHindinews) March 28, 2024
અંસારીના દાદા ડો. મુખ્તાર અહમદ અંસારી સ્વાતંત્ર્ય સેનાની હતા. એવું કહેવામાં આવે છે કે તેમણે 1926 અને 1927માં મહાત્મા ગાંધી સાથે ખૂબ નજીકથી કામ કર્યું હતું. અંસારીના નાના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન 1947ના યુદ્ધમાં શહીદ થયા હતા. આવી સ્થિતિમાં યુપીનો આ ડોન એક દેશભક્ત પરિવારમાંથી આવ્યો હતો જેને ગુનાની દુનિયા સાથે કોઈ સંબંધ નહતો.
અલબત્ત મુખ્તાર અંસારી એ અપરાધની દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. કોન્ટ્રાક્ટર, માઇનિંગ, દારૂ જેવા અનેક એવા બિઝનેસ છે જેમાં અંસારીએ હાથ અજમાવ્યો અને અઢળક કમાણી કરી. જાણકારોનું માનવું છે કે પૂર્વાંચલની રાજનીતિમાં અંસારીએ પણ આ બિઝનેસના આધારે પોતાની સલ્તનત બનાવી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Mukhtar-Ansari-.jpg)
જો યુપી પોલીસની વાત સાચી માનીએ તો મુખ્તાર અંસારી પર હત્યા, હત્યાનો પ્રયાસ, છેતરપિંડી જેવા અનેક ક્રિમિનલ કેસ નોંધાયા હતા. લખનઉ, ગાઝીપુર, ચંદૌલી, આગરા અને દિલ્હી જેવા રાજ્યોમાં અંસારી વિરુદ્ધ અપરાધના ઘણા કેસ ચાલી રહ્યા હતા.
ગેંગસ્ટર માંથી નેતા બન્યો મુખ્તાર અંસારી
યુપીના ગેંગસ્ટર મુખ્યાત અંસારીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તે મઉથી પાંચ વખત ધારાસભ્ય બન્યો હતો. 2017ની વિધાનસભાની ચૂંટણી તેની છેલ્લી હતી પરંતુ તે 2005 થી જેલમાં હતો. પરંતુ તેમ છતાં તે 12 વર્ષ સુધી રાજકારણમાં સંપૂર્ણપણે સક્રિય રહ્યો હતો. અંસારીની મુશ્કેલીઓ એટલા માટે વધી કારણ કે છેલ્લા બે વર્ષમાં ચાલી રહેલા મોટાભાગના કેસોમાં તે કાં તો દોષી સાબિત થયો હતો અથવા તો તે કેસોની તપાસ આગળ વધી હતી.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024: ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પડકારશે, જાણો કોણ છે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય?
એવું ચોક્કસપણે કહેવામાં આવે છે કે જો અંસારીએ ગુનાની દુનિયામાં પોતાનું નામ કમાવ્યું હતું, તો તેણે ઉત્તર પ્રદેશ ના ધારાસભ્ય તરીકે રહીને પણ તેમના લોકો માટે ઘણા કામ કર્યા હતા. તેણે ધનિક લોકો પાસેથી પૈસાની લૂંટી કરી છે, તો બીજી બાજુ તે પૈસા ગરીબોમાં વહેંચવાનું કામ પણ કર્યું હતું. રોડ - રસ્તા, પુલોથી લઈને સ્કૂલ કોલેજ સુધી પોતાના વિસ્તારમાં ઘણી સગવડો ઉભી કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us