Tahawwur Rana Case : મુંબઈ હુમલાથી લઈને તહવ્વુર રાણાના રિમાન્ડ સુધી, અહીં વાંચો સંપૂર્ણ સમયરેખા

Mumbai attack timeline : મુંબઈ હુમલાથી લઈને તહવ્વુર રાણાની અમેરિકાથી પ્રત્યારોપણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત લવાયા બાદ તેની ધરપકડ અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મંજૂર થયા ત્યાં સુધીના ઘટના ક્રમની સંપૂર્ણ સમયરેખા અહીં આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : April 11, 2025 12:32 IST
Tahawwur Rana Case : મુંબઈ હુમલાથી લઈને તહવ્વુર રાણાના રિમાન્ડ સુધી, અહીં વાંચો સંપૂર્ણ સમયરેખા
મુંબઈ હુમલાઈન ટાઈમલાઈન- express photo and ANI

Mumbai Attack, Tahawwur Rana Case : બઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારત પહોંચી ગયો છે. NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને પાલમ એરપોર્ટના ગેટ નંબર 4 પરથી પટિયાલા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટમાં તહવ્વુર રાણાના રિમાન્ડ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

NIAએ કોર્ટ પાસે તહવ્વુર રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. NIAએ રાણા વિરુદ્ધ તમામ પુરાવા રાખ્યા હતા. દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે તહવ્વુર રાણાને 18 દિવસના NIA રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. આ પછી રાણાને NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો. હવે NIAની વિશેષ ટીમ ત્યાં તેની પૂછપરછ કરશે.

મુંબઈ હુમલોઃ અત્યાર સુધી શું થયું છે

  • 26 નવેમ્બર 2008: આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા અને મુખ્ય સ્થળોએ હુમલો કર્યો. અજમલ અમીર કસાબની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી
  • 5 ફેબ્રુઆરી, 2009: કેસમાં ચાર્જશીટ દાખલ
  • 27 ઓક્ટોબર 2009: તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલીની યુએસમાં એફબીઆઈ દ્વારા ધરપકડ
  • નવેમ્બર 11, 2009: NIAએ દિલ્હીમાં હેડલી, રાણા અને અન્યો સામે કેસ નોંધ્યો
  • 6 મે 2010: મુંબઈની વિશેષ અદાલતે કસાબને ફાંસીની સજા સંભળાવી
  • 9 જાન્યુઆરી 2011: રાણાને યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 વર્ષની જેલની સજા ફટકારી હતી
  • 21 નવેમ્બર 2012: કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.

પ્રત્યાર્પણ અને કાનૂની કાર્યવાહી

  • 24 ડિસેમ્બર 2011: NIAએ રાણાના પ્રત્યાર્પણ માટે યુએસને વિનંતી મોકલી
  • 21 જાન્યુઆરી 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો
  • 13 ફેબ્રુઆરી 2025: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના પ્રત્યાર્પણની જાહેરાત કરી
  • 27 ફેબ્રુઆરી 2025: રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જે માર્ચમાં નકારી કાઢવામાં આવી
  • 7 એપ્રિલ 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી
  • 10 એપ્રિલ 2025: રાણાનું યુએસમાંથી પ્રત્યાર્પણ
  • 11 એપ્રિલ 2025: NIAએ કોર્ટમાં રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી, જે આંશિક રીતે સ્વીકારવામાં આવી અને તેને 18 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. હવે રાણાને NIA હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.

પાલમ એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાણાને ભારત લાવવા સંબંધિત કેટલાક કાગળની કાર્યવાહી લાંબા સમય સુધી કરવામાં આવી હતી. NIAની ટીમે કોર્ટ પાસે તહવ્વુર રાણાની કસ્ટડીની માંગણી કરી હતી. કોર્ટની મંજૂરી બાદ તેને NIA ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. હવે NIAની ટીમ તહવ્વુર રાણાની 18 દિવસ સુધી પૂછપરછ કરશે.

NIAએ કોર્ટમાં શું કહ્યું?

NIAએ પોલીસ કસ્ટડીની માંગ કરતી વખતે ઈમેલ સહિતના મજબૂત પુરાવા ટાંક્યા છે. NIAએ કોર્ટને કહ્યું છે કે ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. NIAએ એમ પણ કહ્યું છે કે રાણાએ અન્ય કાવતરાખોરો સાથે મળીને આતંકવાદી કૃત્યો કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. કોર્ટે રાણાને એમ પણ પૂછ્યું હતું કે શું તે પોતાના વકીલને રાખવા માંગે છે કે પછી કોર્ટે તેમને કાનૂની સહાય પૂરી પાડવી જોઈએ.

NIAએ સત્તાવાર નિવેદનમાં શું કહ્યું

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા બાદ પાલમ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને લઈને NIAનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. જેમાં NIAએ માહિતી આપી હતી કે 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની NIA દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

તહવ્વુર રાણાના વકીલે શું કહ્યું?

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તહવ્વુર રાણાના વકીલ, દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ જણાવ્યું હતું કે NIAએ 20 દિવસની કસ્ટડી માંગી હતી અને ઘણી વિચાર-વિમર્શ બાદ કોર્ટે 18 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. જો NIAને વધુ સમયની જરૂર હોય તો તેમણે અરજી કરવી જોઈએ.

મેડિકલ ટેસ્ટ (કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચોક્કસ નિર્દેશો) માટે તેઓને (એનઆઈએ) કહેવામાં આવ્યું છે કે તેને કસ્ટડીમાં લીધા પછી અને રિમાન્ડના અંતે તેને કોર્ટમાં પરત લાવતા પહેલા વ્યાપક મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. તેની તમામ તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે.

તેઓએ વિનંતી કરી છે કે કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સામે કોઈ જાહેર આક્રોશ ન હોવો જોઈએ, ખાસ કરીને કારણ કે અમે ડીએલએસએના છીએ અને અમારી ફરજ બજાવી રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ