Mumbai Boat Accident : મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી લગભગ 110 મુસાફરો સાથેની ફેરી બોટ પલટી જતાં 13 લોકોનાં મોત થયાં છે અને પાંચની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેરી માલિકના જણાવ્યા અનુસાર નેવીની સ્પીડબોટ સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. ફેરી બોટના માલિક રાજેન્દ્રએ જણાવ્યું હતું કે નૌકાદળની એક સ્પીડ બોટ ફેરી બોટ સાથે ટકરાઇ હતી. ફેરી દરરોજ બપોરે 3 વાગ્યાની આસપાસ એલિફન્ટા જાય છે.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે નૌકાદળની એક બોટ નીલકમલ નામના પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી. હાલમાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે, જેમાં 10 નાગરિકો અને ત્રણ નૌસેનિક સામેલ છે. પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
બોટ ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફેન્ટા ટાપુ જઇ રહી હતી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિલકમલ નામની બોટ મુંબઇ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફેન્ટા આઇલેન્ડ તરફ જઇ રહી હતી ત્યારે તે પલટી ગઇ હતી. તેમણે જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગે એક નાની બોટ નિલકમલ સાથે ટકરાઈ હતી. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે નૌકાદળ અને તટરક્ષક દળે મોટા પાયે બચાવ અભિયાન શરૂ કર્યું છે. જેમાં નૌકાદળની 11 નૌકાઓ, ત્રણ મરીન પોલીસની નૌકાઓ અને એક કોસ્ટ ગાર્ડ બોટ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો – અમિત શાહનો કટાક્ષ, કહ્યું – કેટલાક નેતા 54 વર્ષની ઉંમરે પોતાને યુવા ગણાવી રહ્યા છે
આ બોટ મુંબઈ નજીક આવેલા એક લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી ત્યારે સાંજે લગભગ 4 વાગ્યે એક નાનકડી બોટ સાથે ટકરાઈ હતી. આ ઘટનાની તરત બાદ એક વીડિયો સામે આવ્યો હતો અને તેમાં બચાવ કામગીરી જોવા મળે છે.





