મુંબઈના RA સ્ટૂડિયોમાંથી બાળકોને બંધક બનાવનાર વ્યક્તિનું એન્કાઉન્ટર

Mumbai RA studio : મુંબઈના જાણીતા RA સ્ટૂડિયોના પહેલા માળે ચાલતા એક્ટિંગ ક્લાસમાં 15 થી 20 બાળકોને બંધક બનાવવાની માહિતી મળતાં સમગ્ર વિસ્તારમાં અરાજકતા મચી ગઈ હતી

Written by Ashish Goyal
Updated : October 30, 2025 18:38 IST
મુંબઈના RA સ્ટૂડિયોમાંથી બાળકોને બંધક બનાવનાર વ્યક્તિનું એન્કાઉન્ટર
Mumbai RA studio : મુંબઈના RA સ્ટૂડિયોમાં બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે પકડી લીધો (તસવીર - સોશિયલ મીડિયા)

Mumbai RA studio : મુંબઈના જાણીતા RA સ્ટૂડિયોના પહેલા માળે ચાલતા એક્ટિંગ ક્લાસમાં બાળકોને બંધક બનાવનાર વ્યક્તિનું એન્કાઉન્ટરમાં મોત થયું છે. આરોપીને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગોળી મારી હતી. આરોપીએ સ્ટૂડિયોમાં 15 થી 20 બાળકોને બંધક બનાવ્યા હતા. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

બંધક બનાવેલા તમામ બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તમામ બાળકોને ઘટના સ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. રોહિત આર્ય નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસ તેની સાથે વાત કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું પગલું કેમ લીધું છે અને તે ખરેખર માનસિક રીતે અસ્થિર છે કે કેમ.

બધા બાળકો વેબ સિરીઝના ઓડિશન માટે આવ્યા હતા

ડીસીપીએ જણાવ્યું હતું કે પોલીસ બાથરૂમમાંથી અંદર પ્રવેશી હતી. ઘટના સ્થળેથી એર ગન અને કેમિકલ પણ મળી આવ્યા હતા. બધા બાળકો વેબ સિરીઝના ઓડિશન માટે આવ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તમામ બાળકો સુરક્ષિત છે અને તેમને તેમના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યા છે. અન્ય વિગતો યોગ્ય ચકાસણી પછી વહેલી તકે શેર કરવામાં આવશે.

આરોપી માનસિક રીતે અસ્થિર લાગી રહ્યો છે – મુંબઈ પોલીસ

આ પહેલા મુંબઈ પોલીસે કહ્યું હતું કે રોહિત આર્ય નામના વ્યક્તિએ મુંબઈના પવઈ વિસ્તારમાં કેટલાક બાળકોને બંધક બનાવ્યા છે. તેણે એક વીડિયો રિલીઝ કર્યો હતો જેમાં તે કથિત રીતે કહી રહ્યો છે કે તે કેટલાક લોકો સાથે વાત કરવા માંગે છે અને જો તેને આવું કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તે બધે આગ લગાડી દેશે અને પોતાને અને બાળકોને નુકસાન પહોંચાડશે. આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર લાગે છે અને પોલીસ આ કેસને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન બિહારમાં રાજદના જંગલરાજની ઓળખ

આ ઘટના ધોળા દિવસે બની હતી, જેમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બાળકો બારીમાંથી ડોકિયું કરતા જોવા મળ્યા હતા જ્યારે તેમના પરિવારો રડતા નીચે પહોંચ્યા હતા. આ માહિતી મળતાની સાથે જ પોલીસની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. આરએ સ્ટુડિયોની બહાર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ