Mumbai Samachar 1 January 2025 Live News In Gujarati: મુંબઇમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે હવાની ગુણવતા ઘટી થઇ છે. મુંબઇ શહેરમાં બગડતી એર ક્વોલિટી વચ્ચે બૃહ્દ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શહેરમાં GRAP 4 ધોરણો લાગુ કર્યા છે. આનો અર્થ એ છે કે 200 થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ ધરાવતા વિસ્તારોમાં પ્રદૂષણ વિરોધી કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. નબળા AQI ધરાવતા વિસ્તારોમાં તમામ બાંધકામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવે અને રસ્તાઓ પર પાણીના છંટકાવના મશીનો ગોઠવવામાં આવે તેવી શક્યતા છે.
મુંબઈ શહેરમાં 1 જાન્યુઆરીની સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 175 નોંધાયો હતો, જે હવાની અત્યંત નબળી ગુણવત્તા દર્શાવે છે. મુંબઇ કોર્પોરેશને શિયાળા દરમિયાન હવા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે શહેરમાં સૌથી વધુ AQI ધરાવતા વિસ્તારોમાં GRAP 4 લાગુ કર્યા છે.
મહારાષ્ટ્રના પાલધી ગામમાં જૂથ અથડામણ બાદ કર્ફ્યુ
મહારાષ્ટ્રના પાલધી ગામમાં બુધવારે વહેલી સવારે બે સમુદાયોના લોકો અથડામણ થઇ હતી. જૂથ અથડામણ થતાં ગામમાં 24 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે અથડામણ શરૂ થઈ હતી અને ઘણી દુકાનોને આગ ચાંપવામાં આવી હતી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ 1 જાન્યુઆરીએ સવારે 3 વાગ્યે 24 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.





