Mumbai Samachar Top Headline News 13 January 2025 In Gujarati: નાશિકના દ્વારકા બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયું છે. આ એક્સિડેન્ટમાં 6 લોકોના કરુણ મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતગ્રસ્ત ટેમ્પોમાં 16 લોકો બેઠા હતા, જેઓ ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્બો ચાલકે કાબુ ગુમાવતા લોખંડના સળિયાથી ભરેલા આગળ જતા ટ્રક સાથે અથડાયો હતો. એક્સિડેન્ટ એટલું ભયંકર હતું કે, ટેમ્પોમાં બેઠેલા લોકોના શરરીરમાં સળિયા ઘુસી ગયા હતા અને 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં 2024માં યૌન શોષણના 2329 કેસ, મુંબઇમાં સૌથી વધુ
મહારાષ્ટ્રમાં મહિલાઓ સામે જાતીય હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. મહિલાઓ પર બળાત્કારના મામલામાં મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ચોથા ક્રમે છે. રાજ્યના પાંચ મોટા શહેરોમાં બળાત્કારના 2329 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ મુંબઇમાં અને ત્યારબાદના ક્રમે પુણે, થાણે અને નાગપુર છે, આ માહિતી પોલીસની વેબસાઈટ પરના વાર્ષિક આંકડા પરથી સામે આવી છે.
જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 દરમિયાન મુંબઈ શહેરમાં છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કારના સૌથી વધુ 958 કેસ સામે આવ્યા હતા. ગયા વર્ષે મુંબઈ પોલીસમાં બળાત્કારના 878 કેસ નોંધાયા હતા. બળાત્કારના કેસમાં પણ મુંબઈ પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે પુણે છે, જ્યાં મહિલાઓ પર યૌન શોષણના 439 કેસ અને છેડતીના 613 કેસ નોંધાયા છે. બળાત્કારના 397 કેસ સાથે થાણે શહેર ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને નાગપુર છે, જે ગૃહમંત્રીના શહેર તરીકે જાણીતું છે. નાગપુરમાં બળાત્કારના 297 કેસ નોંધાયા છે.





