Mumbai Samachar Top Headline News 16 January 2025 In Gujarati: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર બાંદ્રા સ્થિત તેમના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા બાદ રાજકીય આક્ષેપ પ્રતિઆપેક્ષો શરૂ થયા છે. સાંસદ સંજય રાઉતે કટાક્ષમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે? ક્યાંય કાયદો અને વ્યવસ્થા નથી.
સાસંદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા નથી. મુંબઈ હોય પરભણી, બધે કાયદો અને વ્યવસ્થા હવામાં છે. સરકાર વડાપ્રધાનના ઉદઘાટન, ચૂંટણી અને શિબિરોમાં સામેલ છે. સૈફ અલી ખાન એક મોટો અભિનેતા છે જેના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન બુધવારે મુંબઈમાં હતા, ત્યાં તમામ સુરક્ષા રહેશે. સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાન ભલે મુંબઈમાં હોય પણ રાજ્યના ગૃહમંત્રીએ પોતાની જાતને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે .
મુંબઇના 477 રિયલ્ટી પ્રોજેક્ટને નોટિસ, 33 પ્રોજેક્ટને બાંધકામ બંધ રાખવા આદેશ
મુંબઈ બોર્ડ મ્હાડા દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનાર રિયલ્ટી પ્રોજેક્ટ સામે કડક પગલાં લીધા છે. ત્રણ મહિનામાં પ્રદૂષણ નિયંત્રણના નિયમોનો ભંગ કરનાર 477 રિયલ્ટી પ્રોજેક્ટને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 33 રિયલ્ટી પ્રોજેક્ટોને બાંધકામ બંધ કરવા નોટીસ ફટકારવામાં આવી છે. તદનુસાર, હાલમાં 33 બાંધકામો બંધ છે અને આ બંધ બાંધકામ સ્થળો પર પ્રદૂષણ નિયંત્રણ નિયમોના અમલીકરણ પછી જ તેમને ફરીથી કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.





