Live

Mumbai News: મુંબઇમાં હવા પ્રદૂષણ વધતા 200 રિયલ્ટી પ્રોજેક્ટને નોટીસ

Mumbai Samachar Top Headline News 2 January 2025 In Gujarati: મુંબઈમાં હવા પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટીએ 200થી વધુ રિયલ્ટી પ્રોજેક્ટોને નોટીસ ફટકારી છે.

Written by Ajay Saroya
Updated : January 03, 2025 10:27 IST
Mumbai News: મુંબઇમાં હવા પ્રદૂષણ વધતા 200 રિયલ્ટી પ્રોજેક્ટને નોટીસ
Mumbai Air Pollution: મુંબઇમાં હવા પ્રદૂષણ વધ્યું છ. (Express photo by Sankhadeep Banerjee)

Mumbai Samachar 2 January 2025 Live News In Gujarati: મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા થાણેમાં ઘોડબંદર માર્ગની સમાંતર બાંધવામાં આવતા ખાદી કિનારા માર્ગ માટે આપવામાં આવેલા રૂ. 2,700 કરોડના કોન્ટ્રાક્ટ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. વિધાનસભા ચૂંટણી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા વિવાદ થયો છે.

એવી બાબત સામે આવી છે કે, જંગલોનો વિનાશ, દરિયાકાંઠાના કડક નિયમન કાયદા, નૌકાદળના સ્થળોના નિર્માણ અને તમામ જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવે તે પહેલાં સંરક્ષણ વિભાગના વાંધાઓને નજર અંદાજ કરી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કામ મેસર્સ નવયુગ એન્જિનિયરિંગ કંપનીને આપવામાં આવ્યું છે, જે ચૂંટણી બોન્ડ ખરીદવાના મામલે ચર્ચામાં હતી. આચારસંહિતા લાગુ થયા પહેલા ઉતાવળે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

મુંબઇમાં હવા પ્રદૂષણ યથાવત, ધુમ્મસ વાળું વાતાવરણ

મુંબઇમાં છેલ્લા 2 – 3 દિવસથી હવા પ્રદૂષણ યથાવત છે. ગુરુવારે પણ સવારે મુંબઇ શહેરના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટ્યું છે અને ધુમ્મસ વાળું વાતાવરણ છે.

Live Updates

મુંબઇમાં હવા પ્રદૂષણ ચિંતાજનક, 200 રિયલ્ટી પ્રોજેક્ટને નોટીસ

મુંબઇમાં હવા પ્રદૂષણ વધતા બાંધકામ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધો લાદવાની તૈયારીઓ થઇ રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ હવે સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટીએ પણ મુંબઈમાં હવાની ખરાબ ગુણવત્તા અને સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરોની નોંધ લીધી છે. ઓથોરિટીએ આ હેતુ માટે એન્જિનિયરોની નિમણૂક કરી છે અને અત્યાર સુધીમાં પ્રદૂષણ ફેલાવતા 200 થી વધુ પ્રોજેક્ટ્સ પર નોટિસ આપવામાં આવી છે. તે પછી પણ જો જરૂરી સાવચેતી નહીં રાખવામાં આવે તો આ બાંધકામ પ્રવૃત્તિ સ્થગિત રાખવાની ફરજ પાડવામાં આવશે.

મુંબઇમાં હવા પ્રદૂષણ યથાવત, ધુમ્મસ વાળું વાતાવરણ

મુંબઇમાં છેલ્લા 2 – 3 દિવસથી હવા પ્રદૂષણ યથાવત છે. ગુરુવારે પણ સવારે મુંબઇ શહેરના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટ્યું છે અને ધુમ્મસ વાળું વાતાવરણ છે.

https://twitter.com/AHindinews/status/1874650815111348703

થાણે ગોલ્ફ કોસ્ટલ લાઈન રોડ પ્રોજેક્ટ સામે પ્રશ્નાર્થ, મંજૂરી વગર આપ્યો 2700 કરોડનો પ્રોજેક્ટ

મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા થાણેમાં ઘોડબંદર માર્ગની સમાંતર બાંધવામાં આવતા ખાદી કિનારા માર્ગ માટે આપવામાં આવેલા રૂ. 2,700 કરોડના કોન્ટ્રાક્ટ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. વિધાનસભા ચૂંટણી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા વિવાદ થયો છે. તેવી બાબત સામે આવી છે કે, જંગલોનો વિનાશ, દરિયાકાંઠાના કડક નિયમન કાયદા, નૌકાદળના સ્થળોના નિર્માણ અને તમામ જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવે તે પહેલાં સંરક્ષણ વિભાગના વાંધાઓને નજર અંદાજ કરી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કામ મેસર્સ નવયુગ એન્જિનિયરિંગ કંપનીને આપવામાં આવ્યું છે, જે ચૂંટણી બોન્ડ ખરીદવાના મામલે ચર્ચામાં હતી. આચારસંહિતા લાગુ થયા પહેલા ઉતાવળે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ