Mumbai Today Live News: સૈફ અલી ખાન હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ, સુરક્ષા માટે CCTV લગાવાયા

Mumbai Samachar 21 January 2025 Live News In Gujarati: સૈફ અલી ખાનને 5 દિવસ બાદ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સૈફ અલી ખાનના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : January 22, 2025 09:30 IST
Mumbai Today Live News: સૈફ અલી ખાન હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ, સુરક્ષા માટે CCTV લગાવાયા
સૈફ અલિ ખાન - photo - Social media

Mumbai Samachar Top Headline News 21 January 2025 In Gujarati: મહારાષ્ટ્રમાં લડકી બહિન યોજના હેઠળ ગરીબ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે કેટલીક મહિલાઓએ ખોટી રીતે યોજનાનો લાભ મેળવ્યો હોવાના કેસ સામે આવ્યા છે. આ અંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અદિતિ તટકરે કહ્યું કે, અમારી પાસે અમારી પોતાની એપ્લિકેશન વેરિફિકેશન સિસ્ટમ છે. તે અંતર્ગત અમે ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જે મહિલાઓએ તેમની આવક કરતાં વધુ આ યોજનાનો લાભ લીધો છે તેમની અરજીની ક્રોસ વેરિફિકેશન સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમજ જે મહિલાઓએ લગ્ન કરીને રાજ્યની બહાર સ્થળાંતર કર્યું છે અથવા રાજ્યની બહાર રહેવાનું શરૂ કર્યું છે તેમની યાદી તેમજ છેલ્લા પાંચ મહિનામાં સરકારી નોકરી મેળવનાર મહિલાઓની યાદી પણ આ અરજી ચકાસણી પ્રક્રિયા હેઠળ આવશે. અત્યાર સુધીમાં 4500 મહિલાઓએ આગળ આવીને તેમની અરજીઓ પાછી ખેંચી લીધી છે.

સૈફ અલી ખાન હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ, સુરક્ષા માટે ઘરે CCTV લગાવાયા

સૈફ અલી ખાનને 5 દિવસ બાદ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ગત ગુરુવારે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઇ પોલીસે હુમલો કરનાર આરોપીને પકડી લીધો છે અને કસ્ટડીમાં છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સૈફ અલી ખાન અને તેના પરિવારના સદગુરુ શરણ બિલ્ડિંગમાં આવેલા ઘરની આસપાસ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

મુંબઇના કાંજુરમાર્ગ પર 42 વર્ષીય વ્યક્તિની હત્યા, પોલીસ દ્વારા તપાસ શરૂ

મુંબઇમાં કાંજુરમાર્ગ પર 42 વર્ષીય વ્યક્તિની માથામાં સખત પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. પોલીસે મેડિકલ રિપોર્ટ બાદ હત્યાનો કેસ નોંધ્યો છે. 42 વર્ષીય મૃતકની ઓળખ રાજેશ મનબીર સિંહ સરવન (42) તરીકે થઈ છે. તે ચકલા રોડ વિસ્તારમાં વાલ્મિકી પ્રશા સંઘમાં રહે છે. રવિવારે રાજેશની લાશ કાંજુરમાર્ગ મેટ્રો કારશેડ વિસ્તારમાંથી મળી આવી હતી.

Live Updates

4500 મહિલાઓએ લડકી બહિન યોજનાની અરજી પાછી ખેંચી : અદિતિ તટકરે

મહારાષ્ટ્રમાં લડકી બહિન યોજના હેઠળ ગરીબ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે કેટલીક મહિલાઓએ ખોટી રીતે યોજનાનો લાભ મેળવ્યો હોવાના કેસ સામે આવ્યા છે. આ અંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અદિતિ તટકરે કહ્યું કે, અમારી પાસે અમારી પોતાની એપ્લિકેશન વેરિફિકેશન સિસ્ટમ છે. તે અંતર્ગત અમે ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જે મહિલાઓએ તેમની આવક કરતાં વધુ આ યોજનાનો લાભ લીધો છે તેમની અરજીની ક્રોસ વેરિફિકેશન સિસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમજ જે મહિલાઓએ લગ્ન કરીને રાજ્યની બહાર સ્થળાંતર કર્યું છે અથવા રાજ્યની બહાર રહેવાનું શરૂ કર્યું છે તેમની યાદી તેમજ છેલ્લા પાંચ મહિનામાં સરકારી નોકરી મેળવનાર મહિલાઓની યાદી પણ આ અરજી ચકાસણી પ્રક્રિયા હેઠળ આવશે. અત્યાર સુધીમાં 4500 મહિલાઓએ આગળ આવીને તેમની અરજીઓ પાછી ખેંચી લીધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ