Mumbai Samachar 3 January 2025 Live News In Gujarati: મુંબઇમાં એક મહિલાએ વૃદ્ધ માતાની છરી મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. મુંબઇના કુર્લા વિસ્તારમાં એક 41 વર્ષની મહિલાએ તેની વૃદ્ધ માતાની છરી મારીને હત્યા કરી છે. હત્યા કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી કેસ દાખલ કર્યો છે. માહિતી મુજબ મુંબ્રા વિસ્તારની રહેવાસી સાબીરા બાનો (62) ગુરુવારે કુર્લાના કુરેશી નગરમાં રહેતી તેની પુત્રી રેશ્મા કાઝી (41)ના ઘરે ગઇ હતી.
રેશમ એવું માનતી હતી કે, તેની માતા તેની મોટી બહેનને વધારે પ્રેમ કરે છે અને મદદ કરે છે. આ મુદ્દે ગુરુવારે સાંજે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં રેશમા એ માતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માતાને છરી વાગતા જીવ ગુમાવ્યો હતો. હત્યા કર્યા બાદ મહિલા પોતે સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે માતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. માતાની હત્યાના ગુનામાં પોલીસે કેસ નોંધી શુક્રવારે સવારે તેની ધરપકડ કરી છે.
સાંસદ બજરંગ સોનવર્ણે લગાવ્યા ગંભીર આરોપ
બીડના માસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ કેસ મામલે ધરપકડ કરાયેલા વાલ્મીક કરાડે બે દિવસ પહેલા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જો કે, બીડના સાંસદ બજરંગ સોનવણેએ આરોપ લગાવ્યો હતો કે તેણે જે કારમાં પોલીસને આત્મસમર્પણ કર્યું તે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના કાફલાની હતી. એનસીપીના ધારાસભ્ય જીતેન્દ્ર આવાડે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને કેટલાક સનસનાટીભર્યા દાવા પણ કર્યા છે.





