Mumbai Samachar 7 January 2025 Live News In Gujarati: મુંબઇના અંધેરી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ મંબઇના અંધેરી વેસ્ટમાં લિંક રોડ સ્થિત લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સામેના સ્કાયપાન એપાર્ટમેન્ટના 11 અને 12માં માળે આગ લાગી હતહી. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો 5 ગાડી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફ્લેટમાં આગ લાદવાથી દાઝી જતા એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે.
બઇમાં કેબલ કાર સર્વિસ શરૂ થશે, ગડકરી સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાશે
મુંબઇમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે મુંબઇમાં કેબલ કાર સર્વિસ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રોડ ટ્રાન્સપોર્ટ, રેલવે અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓ પર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કેબલ કાર સેવા વિકસાવવી જરૂરી છે. તે માટે આ પ્રોજેક્ટનો સર્વે કરીને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો જરૂરી છે. આ માટે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે માહિતી આપી હતી કે તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને મળશે અને તેમની સમક્ષ આ પ્રોજેક્ટની જરૂરિયાતો રજૂ કરશે.
સરનાઈકે કહ્યું કે તેઓ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકાસ ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે નવી દિલ્હીમાં નીતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાનારી પરિવહન મંત્રીઓની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરશે . તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય ભાગીદારી દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં કેબલ કાર પ્રોજેક્ટનો અમલ કરવા માટે રોપવે વિકસાવવા માગે છે .





