Mumbai Samachar Top Headline News 9 January 2025 In Gujarati: મુંબઇના કાંદિવરીમાં મહિલાઓ માટે મોબાઇલ બાથરૂમ શરૂ થઇ છે, જે સમગ્ર ભારતમાં પ્રથમવાર છે. કાંદિવલી ઈસ્ટના હનુમાન નગર વિસ્તારમાં મહિલાઓ માટે મોબાઈલ બાથરૂમ બનાવવામાં આવ્યું છે. આ બાથરૂમ મંત્રી મંગલ પ્રભાત લોઢા અને મુંબઈ ઉપનગર જિલ્લાની જિલ્લા આયોજન સમિતિ દ્વારા બનાવવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટીમાં રહેતી બહેનોને આ મોબાઈલ બાથરૂમનો લાભ મળશે.
મંગલ પ્રભાત લોઢા અને ધારાસભ્ય અતુલ ભાતખાલકરની હાજરીમાં બુધવારે કાંદિવલી પૂર્વમાં ભારતના પ્રથમ અત્યાધુનિક મોબાઇલ બાથરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક બસમાં આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ સાથે બાથરૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બસમાં કુલ 5 બાથરૂમ, શાવર છે. તેમાં 2100 લિટર પાણીની ક્ષમતા, બેસિન અને અન્ય જરૂરી સુવિધાઓ છે.





