Gold From Mushroom : સોનું કિંમતી ધાતુ છે. દુનિયાના ઘણા દેશોમાં સોનાની ખાણ આવેલી છે. જો કે હવે મશરૂમમાંથી સોનું મેળશે. હા, આ અમે નથી કહી રહ્યા પરંતુ વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. હકીકતમાં, સંશોધકોનું કહેવું છે કે તેઓએ જંગલી મશરૂમમાંથી સોનાના નેનો પાર્ટિકલ્સ બનાવ્યા છે. જાણો આ મશરૂમ ક્યા ઉગાડવામાં આવે છે અને તેમાંથી કેવી રીતે સોનું મળશે
ગોવાના સંશોધકોએ મશરૂમમાંથી સોનું મેળવવાનો દાવો કર્યો છે. આ મશરૂમ ગોવામાં ઉગાડવામાં આવે છે. આ મશરૂમ ગોવામાં ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. આ મશરૂમ ટર્મિટોમાઇસીસ પ્રજાતિનું છે, જે ઉધઈની ટેકરીઓ પર ઉગે છે. તેને સ્તાનિક લોકો તેમની ભાષામાં ‘રોન ઓલમી’ કહે છે. આ જંગલી મશરૂમ ગોવાના લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. ચોમાસામાં લોકો આ મશરૂમ વધારે ખાય છે.
જર્નલ ઓફ જીઓમાઈક્રોબાયોલોજીમાં દાવો કરાયો
વૈજ્ઞાનિકોએ તાજેતરમાં મશરૂમના દાણાદાર સ્વરૂપનો પ્રયોગ કરી સોનાના નેનો પાર્ટીકલ્સ બનાવ્યા છે. આ રિસર્ચ ટેલર અને ફ્રાન્સિસ દ્વારા પ્રકાશિત જર્નલ ઓફ જીઓમાઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યુ હતું. આ શોધની મદદથી ગોવાના કુદરતી સંસાધનોનો ઉપયોગ નવી ટેક્નોલોજી બનાવવા માટે કરી શકાશે. તેનાથી ગોવાની અર્થવ્યવસ્થા સુધરી શકે છે.
આ સંશોધન ડો.સુજાતા દાબોલકર અને ડો.નંદકુમાર કામતની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. બંને વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનને ગોવાના પર્યાવરણ મંત્રી એલેક્સો સી સેરા સમક્ષ રજૂ કર્યું હતું.
ગોવા સરકાર સામે રજૂ કર્યો રોડમેપ
એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ ગોવા સરકાર સાથે રોડમેપ પણ રજૂ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ શોધથી ગોવાને આર્થિક લાભ મળી શકે છે. તેમનો દાવો છે કે આનાથી મેડિકલ ક્ષેત્રને ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે જો કોઈ દવા દર્દીના શરીરમાં પહોંચાડવી હોય તો તેને નેનોપાર્ટિકલ પર મૂકીને પહોંચાડી શકાય છે. તેનો ઉપયોગ લક્ષિત દવા વિતરણ, મેડિકલ ઇમેજિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ક્રાંતિ લાવશે.
વૈજ્ઞાનિક ડો. નંદકુમાર કામતછેલ્લા ત્રણ વર્ષથી આ મશરૂમની પ્રજાતિ પર રિસર્ચ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, ગોવામાં ટર્મિટોમાઇસેસ મશરૂમની સૌથી મોટી મોટી વેરાયટી છે.
એક ગ્રામની કિંમત 80,000 ડોલર
ખરેખર, ગોલ્ડ નેનોપાર્ટિકલનું મહત્વ ઘણું વધારે છે. ફેબ્રુઆરી 2016 સુધીમાં, એક મિલિગ્રામ સોનાના નેનોપાર્ટિકલની કિંમત આશરે 80 ડોલર હતી, જેની કિંમત પ્રતિ ગ્રામ 80,000 ડોલર જેટલી થાય છે.





