Myanmar Thailand Earthquake: મ્યાનમારમાં 28 માર્ચ, 2025 શુક્રવારે 7.7 અને 6.4ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ આવ્યા હતા. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે બેંગકોકમાં એક ઊંચી ઇમારત ધરાશાયી થઇ હતી અને સરકારને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત મેટ્રો અને રેલ સેવા પણ બંધ કરવી પડી હતી.
મેઘાલય અને પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે ભૂકંપને કારણે બેંગકોકમાં નિર્માણાધીન એક વિશાળ ઇમારત ધરાશાયી થઈ હતી. ભૂકંપના કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયા છે. શું હોય છે ભૂકંપ, કયા કારણે ભૂકંપ આવે છે અને ભૂકંપના આંચકા શા માટે અનુભવાય છે તે વિશે વાત કરીએ.
તમે ભૂકંપને સરળ ભાષામાં સમજીયે તો, જમીનની સપાટીની નીચે ભૂર્ગભમાં હલચલ થવાથી જે તીવ્ર કંપન ઉત્પન્ન થાય છે તેને ધરતીકંપ કહેવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વીના ભૂગર્ભમાં રહેલી બે પ્લેટ એકબીજા સાથે ટકરાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટ એકબીજા સાથે અથડાય છે ત્યારે ઉર્જ ભંકપીય તરંગોના સ્વરૂપે બહાર નીકળે છે. આ તરંગો પૃથ્વીની ઉપરની સપાટી તરફ આવે છે, જેના લીધે જમીનની સપાટી હલે છે.
ટેકનોનિક પ્લેટો ધીમી ગતિથી હલનચલન કરે છે
પૃથ્વીનું સૌથી બહારનું પડ, જેને Crust કહેવામાં આવે છે, તે ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલું છે. આ ટેક્ટોનિક પ્લેટો ફોલ્ટ્સ થી બનેલી હોય છે. આ પ્લેટોની કિનારીને Plate Boundaries કહેવામાં આવે છે. ટેક્ટોનિક પ્લેટ્સ ધીમી ગતિએ સતત હલનચલન કરતી રહે છે. આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે. પ્લેટની કિનારી બહુ ખરબચડી હોવાથી, તે એકસાથે ચોંટી જાય છે જ્યારે બાકીની પ્લેટ ધ્રુજારીની સ્થિતિમાં રહે છે.
મ્યાનમારમાં ધરતીકંપ, બેંગકોકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા
ભૂકંપ ત્યારે આવે છે જ્યારે પ્લેટ ઘણી અંદર સુધી એ ખસકી જાય છે અને કોઇ એક ફોલ્ટ પર તે કિનારીથી અલગ થઇ જાય છે. પૃથ્વીના પેટાળમાં જ્યાંથી ભૂકંપ શરૂ થાય છે, તેને Hypocenter કહેવામાં આવે છે અને તેની એકદમ બરાબર જમીનની ઉપરની સપાટીને Epicenter કહેવાય છે.