Myanmar Earthquake: સેના અને બળવાખોર વચ્ચે ઘર્ષણ, હવે ભૂકંપથી બદબાદ, મ્યાનમાર સામે પહાડ જેવા પડકારો

Myanmar Thailand Earthquake: મ્યાનમાર માટે આ ભૂકંપ બેવડી આફત લઈને આવ્યો છે. મ્યાનમાર એક એવો દેશ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી ગૃહયુદ્ધથી પીડિત છે. મ્યાનમારની સૈન્ય સરકારે દુનિયા દેશો પાસે મદદ માંગી છે.

Written by Ajay Saroya
March 29, 2025 07:27 IST
Myanmar Earthquake: સેના અને બળવાખોર વચ્ચે ઘર્ષણ, હવે ભૂકંપથી બદબાદ, મ્યાનમાર સામે પહાડ જેવા પડકારો
Earthquake In Myanmar Thailand : મ્યાનમાર અને થાઇલેન્ડમાં 28 માર્ચ, 2025ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો છે. (Photo: Social Media)

Myanmar Thailand Earthquake: મ્યાનમારમાં 28 માર્ચ, 2025 શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી, અત્યાર સુધીના આંકડા મુજબ 140થી વધુ લોકોના મોત થયા છે, 700થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ચિંતાનો વિષય એ છે કે મ્યાનમારમાં પણ અનેક લોકો લાપતા છે, ભૂકંપ બાદ તેમના કોઇ સમાચાર નથી. આવી સ્થિતિમાં, આ કુદરતી આપત્તિ પછી, મ્યાનમારની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, સૈન્ય સરકારે અન્ય દેશોની મદદ માંગી છે.

મ્યાનમારમાં વિનાશક ભૂકંપ

મ્યાનમાર માટે આ ભૂકંપ બેવડી આફત લઈને આવ્યો છે. મ્યાનમાર એક એવો દેશ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી ગૃહ યુદ્ધથી પીડિત છે. 2021માં જ્યારથી સેના દ્વારા ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરવામાં આવી છે, ત્યારથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઘણા શહેરોમાં, સેના અને બળવાખોરો વચ્ચેયુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે. હવાઈ હુમલા પણ કરવામાં આવે છે અને ઘણા ગામોમાં આગ પણ લગાડવામાં આવે છે. અત્યાર સુધી મ્યાનમાર આ સ્થિતિ સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યાંના લોકો ફરીથી પોતાને ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ ભૂકંપે બધું જ ખતમ કરી દીધું.

મ્યાનમાર પાસે મૃતદેહોને બહાર કાઢવા માટે મશીનો નથી

આ ભૂકંપની જે વિનાશકારી તસવીરો સામે આવી રહી છે તે કોઈને પણ ડરાવી શકે છે. નવાઈની વાત એ છે કે મ્યાનમાર હજુ પણ અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. આ દેશ પાસે પોતાના લોકોને કાટમાળ માંથી બહાર કાઢવા માટે પૂરતા મશીનો પણ નથી. બીબીસીના એક રિપોર્ટ અનુસાર બચાવ અધિકારીનો સૌથી મોટો પડકાર એ છે કે તેને પોતાના હાથથી લાશોને બહાર કાઢવી પડે છે, તમામ અપીલો છતાં મશીનો તેના સુધી પહોંચી શકતા નથી.

બચાવ ટુકડીમાં તાલીમનો તીવ્ર અભાવ

મોટી વાત એ છે કે મ્યાનમારની સૈન્ય સરકારે પહેલીવાર આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે, ભૂકંપ બાદ તરત જ 6 જિલ્લામાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે. આ સમયે નાના જૂથો દ્વારા બચાવ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે, તાલીમનો મોટો અભાવ છે. આ ઉપરાંત મ્યાનમારમાં મોટા ભાગના સ્થળોએ ભારે સેન્સરશિપ છે, ન તો રેડિયો કામ કરી રહ્યા છે, ન તો ન્યૂઝ ચેનલો રિપોર્ટ કરી શકે છે, આવી સ્થિતિમાં, આ મુશ્કેલ સમયમાં જરૂરી સમાચારોની આપ-લે કરવામાં આવી રહી નથી.

મ્યાનમારમાં અત્યંત ગરીબી

હવે મ્યાનમારમાં વધુ એક પડકાર એ છે કે અહીં ગરીબી વધી રહી છે. આ ગરીબીમાં ભૂકંપની ઘટનાએ પડકારો વધારી દીધા છે. આંકડા દર્શાવે છે કે મ્યાનમારમાં અડધી વસ્તી એટલે કે 50 ટકા લોકો હાલમાં ગરીબી રેખા નીચે છે. ચિંતાની વાત એ છે કે 2017માં આ આંકડો 24 ટકાની નજીક હતો, એટલે કે જ્યારથી સેનાએ સત્તા સંભાળી છે ત્યારથી સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે.

મ્યાનમારની સેના અને બળવાખોરો વચ્ચે અથડામણ

હવે ભૂકંપનો સામનો કરી રહેલું મ્યાનમાર રાજકીય રીતે નાદાર થઇ ગયું છે. હકીકતમાં મ્યાનમારમાં 2021માં સત્તાપલટો થયો હતો, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને સેનાએ હટાવી દીધી હતી. સત્તાપલટા સામે દેશમાં ભારે હંગામો થયો હતો, શાંતિપૂર્ણ વિરોધ પણ શરૂ થયો હતો. પરંતુ સેનાએ પોતાની હિંસા દ્વારા તે વિરોધને દબાવવાની પૂરી કોશિશ કરી અને ત્યારથી સ્થિતિ બગડી રહી છે.

મ્યાનમારમાં ગૃહયુદ્ધ, અનેક જૂથો સક્રિય

આ કારણે મ્યાનમારમાં હાલ ઘણા નાના-મોટા જૂથો સક્રિય થયા છે, જે હવે મ્યાનમારમાં લશ્કરી શાસન ઇચ્છતા નથી અને તેના કારણે આમને-સામને સ્થિતિ સર્જાઇ છે. જાણકારી અનુસાર મ્યાનમારમાં 330 શહેરો છે, પરંતુ અહીં પણ 230 શહેરોમાં વિદ્રોહની આગ ફેલાઇ ગઇ છે કે જમીની સ્થિતિ સંપૂર્ણ વિસ્ફોટક છે. લોકો પાસે ખાવા માટે ખોરાક નથી, તેમના માથા પર છત નથી અને મોટા પાયે વિસ્થાપન થયું છે.

મ્યાનમારનું ભવિષ્ય શું છે?

આ સમયે મ્યાનમારમાં ચૂંટાયેલી સરકાર ન હોવાથી લોકો પણ સામાન્ય સુવિધાઓથી વંચિત રહી ગયા છે. તેમને વીજળી કે રાશન નથી મળી રહ્યા અને મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે નિષ્ણાતો માને છે કે મ્યાનમારનું ભવિષ્ય પણ અંધકારમય છે. આનું મુખ્ય કારણ એ છે કે જો અહીંથી સૈન્ય સરકાર પીછેહઠ કરે તો પણ આખો દેશ એટલા બધા વિદ્રોહી સંગઠનોથી ભરેલો છે કે કોઈ પણ કોઈની સાથે કામ કરવા તૈયાર નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ