ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. વિધાનસભામાં સરકારે જાહેરાત કરી કે, વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, જેમાં નડિયાદ અને પોરબંદરનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ સાથે હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ હશે.
ગુજરાતમાં વધુ બે મહા નગરપાલિકાની જાહેરાત
ગુજરાત સરકારે આ પહેલા વિધાનસભા બજેટસત્ર 2024માં સાત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. ગવે તેમાં વધુ બે નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પંકજ દેસાઈએ સરકારના આ નિર્ણય પર આભા વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલા 8 મહાનગરપાલિકા હતી, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર.
બજેટ સત્રમાં સાત મહાનગરપાલિકાની જાહેરાત
બજેટ સત્રમાં નાણામંત્રીએ સાત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી જેમાં, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, નવસારી, મોરબી, ગાંધીધામ, આણંદ અને વાપીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ગુજરાત : કોંગ્રેસ સાંસદ નારણ રાઠવા પુત્ર સંગ્રામ સાથે ભાજપમાં જોડાયા, છોટા ઉદેપુરથી 5 વખત લોકસભા ચૂંટણી જીતી
ગુજરાતમાં 17 મહા નગરપાલિકા
હવે ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકા નડિયાદ અને પોરબંદર નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા હશે.





