હિસાબ જરૂરી છે : શું ખરેખર માતા ગંગા સ્વચ્છ થઈ શકી? નમામિ ગંગેનું સત્ય

શું ખરેખરમાં મોદી સરકાર માતા ગંગાને સ્વચ્છ કરી શકી છે? હવે એક જવાબ એ છે કે નમામિ ગંગે 2024 ની લોકસભાની ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી. ન તો કેન્દ્ર સરકાર તેને પોતાની સિદ્ધિ બતાવી રહી છે, ન તો વિપક્ષ કેન્દ્રને ઘેરવાનું કામ કરી રહ્યું

Written by Kiran Mehta
April 06, 2024 18:24 IST
હિસાબ જરૂરી છે : શું ખરેખર માતા ગંગા સ્વચ્છ થઈ શકી? નમામિ ગંગેનું સત્ય
નમામિ ગંગે પ્રોજેક્ટ અપડેટ્સ (ફોટો - એક્સપ્રેસ)

Namami Gange Project : લોકશાહીમાં જો કોઇ સરકારે ફરી સત્તા પર આવવું હોય તો તેનું સંપૂર્ણ રિપોર્ટ કાર્ડ જાહેરમાં રાખવું જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે ‘હિસાબ જરૂરી છે’ નામની સ્પેશિયલ સિરીઝ શરૂ કરી હતી. આ સીરિઝમાં મોદી સરકારની કામગીરીનું વિશ્લેષણ કરી અને આંકડાના માધ્યમથી વાસ્તવિકતા જણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

‘હિસાબ જરૂરી છે’ ના બીજા ભાગમાં અમે મોદી સરકારના વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નમામિ ગંગેની વાત કરવા જઈ રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક ખૂબ જ લોકપ્રિય નિવેદન છે – માતા ગંગાએ મને બોલાવ્યો છે. હવે તે નિવેદન રાજકારણથી પ્રેરિત તો ચોક્કસ હતું, પરંતુ કેન્દ્ર સરકાર માટે ગંગાનું સ્વચ્છ હોવું પણ એટલું જ જરૂરી છે. સરકારે 2014 માં નમામિ ગંગે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને 2021 સુધીમાં ગંગાને સ્વચ્છ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

હવે સવાલ એ ઉઠે છે કે, શું ખરેખરમાં મોદી સરકાર માતા ગંગાને સ્વચ્છ કરી શકી છે? હવે એક જવાબ એ છે કે નમામિ ગંગે 2024 ની લોકસભાની ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી. ન તો કેન્દ્ર સરકાર તેને પોતાની સિદ્ધિ બતાવી રહી છે, ન તો વિપક્ષ કેન્દ્રને ઘેરવાનું કામ કરી રહ્યું છે. આ ઉદાસીનતા એ દર્શાવવા માટે પૂરતી છે કે, હાલનો નમામિ ગંગે પ્રોજેક્ટ 10 વર્ષ પહેલાં મોદી સરકારની અપેક્ષા મુજબની સફળતા સુધી પહોંચી શક્યો નથી. તમામ આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024: નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના વચનમાં કેટલો દમ?

હવે અહીં સમજવા જેવી વાત એ છે કે, ગંગાને સ્વચ્છ કરવા માટે સુએજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ યોગ્ય રીતે કરવું જરૂરી છે. આ કારણે કેન્દ્ર સરકારે 186 પ્રોજેક્ટ ખૂબ જ ધામધૂમથી શરૂ કર્યા હતા, પરંતુ ગયા વર્ષે એપ્રિલ સુધી આંકડા દર્શાવે છે કે, માત્ર 105 સુએજ પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ