Sunita Williams: સુનિતા વિલિયમ્સે અંતરિક્ષ માંથી મોકલ્યો સંદેશ, નાસા અવકાશયાત્રીના સ્વાસ્થ્ય વિશે આપ્યા અપડેટ

Sunita Williams At Space Station: નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની 6 મહિના થી અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તાજેતરમાં લાંબા સમય સુધી અવકાશમાં ફસાયેલા હોવાના કારણે સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ હોવાના અહેવાલ આવ્યા હતા.

Written by Ajay Saroya
November 14, 2024 15:58 IST
Sunita Williams: સુનિતા વિલિયમ્સે અંતરિક્ષ માંથી મોકલ્યો સંદેશ, નાસા અવકાશયાત્રીના સ્વાસ્થ્ય વિશે આપ્યા અપડેટ
Sunita Williams In Space: સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર (Photo: @NASA)

NASA Astronaut Sunita Williams: નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષ માંથી એક સંદેશ મોકલ્યો છે. સનિતા વિલિયમ્સે તેમના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવેલા દાવા પર પ્રતિક્રિયા આપી છે. છેલ્લા 6 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર રહેલી સુનિતા વિલિયમ્સે મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની તબિયત ખરાબ છે. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આઇએસએસ પર લાંબા સમય સુધી રહેવાને કારણે તેની હાલત ‘ગંભીર’ હતી. હવે સુનિતા વિલિયમ્સે એક વીડિયો ઈન્ટરવ્યૂ શેર કરી પોતાના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું કે, ઓર્બિટમાં પહોંચ્યા બાદ તેના વજનમાં કોઈ ફેરફાર થયો નથી.

નિયમિત કસરતો અને શારીરિક દિનચર્યાઓ

સુનિતા વિલિયમ્સે ISS પર Expedition 72 ની કમાન સંભાળી છે. તેમણે પોતાની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પર પ્રતિક્રિયા આપી છે, જે દર્શાવે છે કે તેમના શારીરિક દેખાવમાં જે બદલાવ આવ્યો છે તે સ્વાસ્થ્ય ઘટવાને કારણે નહી પરંતુ ચુસ્ત ફિટનેસ રૂટિનને કારણે છે. લાંબા અવકાશ મિશન પર અન્ય અવકાશયાત્રીઓની જેમ, તે લાંબા સમય સુધી માઇક્રોગ્રેવિટી એક્સપોઝર સાથે સંકળાયેલા હાડકા અને સ્નાયુઓની ઘનતાના નુકસાનને ટાળવા માટે બનાવેલા ચુસ્ત વર્કઆઉટ્સને અનુસરી રહી છે.

અવકાશમાં તેમની શારીરિક સ્થિતિમાં ફેરફાર થવાનું કારણ ઉ્લુઇડ શિફ્ટ્સ છે. તેમણે કહ્યું કે અવકાશમાં શરીરમાં ફ્લુઇડ્સ નો ફ્લો અલગ હોય છે, જે ચહેરાનો આકાર બદલી નાખે છે અને માથું થોડું મોટું દેખાડે છે.

સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે તેના રૂટિનમાં ટ્રેડમિલ પર દોડવું, ટ્રેડ વિલ ચલાવવું અને વેઇટ લિફ્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ એક પ્રકારની કસરત છે જેનાથી મસલ્સ સ્ટ્રેંથ થયા છે, ખાસ કરીને તેમની થાઇઝ અને ગ્લૂટ્સ મોટા થયા છે. જ્યારે તેમનું ઓવરઓલ વજન પહેલા જેટલું જ હોય છે.

અવકાશયાત્રીના સ્વાસ્થ્ય વિશે નાસાનું નિવેદન

નાસાએ અગાઉ આવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સ અને અવકાશયાત્રી બુચ વિલ્મોર સહિત તેના સાથી ક્રૂ મેમ્બરની તબિયત સારી છે.

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલ પર સવાર થઈને 6 જૂન, 2024 ના રોજ રવાના થયા હતા. 10 દિવસનું આ મિશન ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ પ્રોગ્રામનો એક ભાગ હતું. પરંતુ સ્ટારલાઇનરના થ્રસ્ટર્સમાં તકનીકી ખામીઓને કારણે નાસના અવકાશયાત્રીઓને 2025 ની શરૂઆત સુધી આઇએસએસમાં રહેવું પડશે. હવે સ્પેસએક્સના ક્રૂ 9 મિશનથી આ અવકાશયાત્રી પૃથ્વી પર સુરક્ષિત પરત આવવાની આશા જાગી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ