National Brother Day 2024 : કેમ મનાવવામાં આવે છે નેશનલ બ્રધર્સ ડે, જાણો ઇતિહાસ અને મહત્વ

National Brother Day 2024 : દુનિયાભરમાં 24 મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસ ભાઈઓને સમર્પિત છે

National Brother Day 2024 : દુનિયાભરમાં 24 મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસ ભાઈઓને સમર્પિત છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
National Brother Day 2024, national brothers day

National Brother Day 2024 : દુનિયાભરમાં 24 મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

NationalBrother Day 2024 : દુનિયાભરમાં 24 મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસ ભાઈઓને સમર્પિત છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ભાઈઓના પ્રેમ અને સમર્પણથી વાકેફ કરવાનો છે. આ દિવસ એવા ભાઈઓને સમર્પિત છે જેઓ માતા-પિતાની જેમ તેમના નાના ભાઈઓની સંભાળ રાખે છે. ભાઈઓને વિશેષ અનુભવ કરાવવાનો આ દિવસ છે.

Advertisment

બ્રધર્સ ડે વિશ્વના તમામ દેશોમાં મનાવવામાં આવે છે પરંતુ અમેરિકામાં આ દિવસે ખાસ સેલિબ્રેશન થાય છે. આ દિવસ અમેરિકા ઉપરાંત વિશ્વના ઘણા દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, રશિયા, ફ્રાન્સ અને જર્મનીમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસની ઉજવણીની શરૂઆત સી.ડેનિયલ રોડ્સે કરી હતી.

બ્રધર્સ ડે નો ઇતિહાસ

નેશનલ બ્રધર્સ ડેની શરૂઆત વિશે ઘણા મંતવ્યો છે. માનવામાં આવે છે કે 2005માં સી ડેનિયલ રોડ્સે આ દિવસની શરૂઆત કરી હતી. જે વ્યવસાયે કલાકાર અને લેખક હતા. આ દિવસની શરૂઆત ભાઈ-બહેનના સંબંધોને સન્માન આપવા માટે કરવામાં આવી હતી. આ દિવસ તમારા ભાઈના વખાણ કરવા, તેમનું સન્માન કરવા અને તેને મનાવવા માટે શ્રેષ્ઠ છે. બ્રધર્સ ડે ભાઈ-બહેન દિવસથી અલગ છે. તમને જણાવી દઈએ કે આ સિવાય 10 એપ્રિલે સિબલિંગ્સ ડે (National Sibling Day)મનાવવામાં આવે છે. જેને રાષ્ટ્રીય ભાઈ-બહેન દિવસ કહેવામાં આવે છે.

આ પણ વાંચો - વિશ્વ કાચબા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, જાણો કારણ

બ્રધર્સ ડે નું મહત્વ

પ્રેમ અને વિશ્વાસ એ ભાઈ-ભાઈના સંબંધોનો પાયો અને આકર્ષણ છે. જોકે ભાઈ-ભાઈના આ કિંમતી સંબંધને સેલિબ્રેટ કરવા માટે કોઈ ખાસ દિવસ અને બંધનની જરૂર નથી. તેમ છતા બ્રધર્સ ડે આપણને ભાઈ પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરવાની તક આપે છે. એકબીજાને ગિફ્ટ આપી પણ આ દિવસની ઉજવણી કરી શકાય છે.

Advertisment
આજના દિવસનો ઇતિહાસ દેશ