National Dengue Day 2024 Date : દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ લોકોને ડેન્ગ્યુ તાવ પ્રત્યે જાગૃત કરવાનો છે. ડેન્ગ્યુનો વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરો, મુખ્યત્વે એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો ડેન્ગ્યુનો ભોગ બને છે. જેમાં ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસનો ઇતિહાસ, થીમ અને મહત્વ.
ડેન્ગ્યુ એડીસ મચ્છરના દંશથી થાય છે
ડેન્ગ્યુ એ વિષાણું જન્યુ રોગ છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી ડેન્ગ્યુ રોગનું વહન થાય છે. એડીસ મચ્છરના દંશ પછી 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગની અસર દેખાવી શરુ થાય છે. શરુઆતમાં તાવ આવે છે. ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) એમ બે સ્વરુપમાં ડેંન્ગ્યુની અસર જોવા મળે છે.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 2024 થીમ
16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવશે. આ વર્ષે 2024 માટે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ ડેન્ગ્યુ નિવારણ: એક સુરક્ષિત કાલ માટે આપણી છે. ખાસ વાત એ છે કે દર વર્ષે ડેન્ગ્યુ ડેની અલગ અલગ થીમ હોય છે.
નેશનલ ડેન્ગ્યુ દિવસનો ઇતિહાસ શું છે?
દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે. ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને ડેન્ગ્યુ જેવા રોગોથી વાકેફ કરવાનો છે. કારણ કે આજે પણ લોકોમાં ડેન્ગ્યુ જેવા ગંભીર તાવ અંગે જાગૃતિનો અભાવ છે. આથી ડેન્ગ્યૂ ડે ઉજવવા પાછળનો હેતુ લોકોને આ ખતરનાક બીમારીથી વાકેફ કરવાનો છે.
આ પણ વાંચો – કોવિડ વાયરસનો નવો FLiRT ટાઈપ વિષે જાણો, શું તે વધુ ફેલાઈ શકે છે?
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસનું મહત્વ
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસનું મહત્વ વિશેષ છે. આ દિવસની ઉજવણી ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. ડેન્ગ્યુના રોગને નિયંત્રિત કરવા અને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોથી લોકોને જાગૃત કરવા પડશે. એડીસ મચ્છરોના કરડવાના 5 થી 6 દિવસ બાદ આ તાવ લોકોમાં જોવા મળે છે.
ડેન્ગ્યુથી બચવાના ઉપાયો
- ડેન્ગ્યુથી બચવા માટે મચ્છરના કરડવાથી પોતાને બચાવવા જરૂરી છે. આ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકો છો.
- ડેન્ગ્યુના મચ્છર સવાર અને સાંજના સમયે વધુ સક્રિય હોવાથી આવા સમયે ખાસ કાળજી રાખો.
- તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકે તેવા કપડાં પહેરો.
- મચ્છર ભગાડતી ક્રીમ અને રોલ-ઓનનો પણ ઉપયોગ કરી શકો છો.
- ઘરમાં અને તેની આસપાસ ફોગિંગ અથવા જંતુનાશકોનો છંટકાવ મદદરૂપ થઈ શકે છે.
- તમારા ઘરની અંદર અને તેની આસપાસ પાણી એકઠું થવા ન દો. ઘરની આસપાસની ગટરોને સાફ કરીને ઢાંકી દો.
- જો તમારી પાસે કુલર હોય તો તેનું પાણી નિયમિત બદલતા રહો.
આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ
દર વર્ષે 16 મેના રોજ વિશ્વભરના લોકો આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસની ઉજવણી કરે છે. આ દિવસ 1960માં ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેમનના પ્રથમ ઉત્પાદક લેસર ઓપરેશનની તારીખને સન્માનિત કરે છે. યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય મૂળભૂત વિજ્ઞાન કાર્યક્રમ (I.B.S.P.) સંયુક્ત રાષ્ટ્ર વતી દિવસની ઉજવણીનું સંકલન કરે છે.





