/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/National-Highway-Toll-tax-Regular-Changes.jpg)
નેશનલ હાઈવે ટોલ ટેક્સ નિમય ફેરફાર - photo-FE
National Highway Toll Tax: જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા લાંબા અંતરની મુસાફરી કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં 50 ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે સામાન્ય માણસને ફાયદો થશે અને તેમને ઓછો ટોલ ચૂકવવો પડશે.
વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સના નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે. નવા નિયમો હેઠળ, ટોલ ટેક્સની ગણતરી હવે બે અલગ અલગ રીતે કરવામાં આવશે.
ટોલની ગણતરી બે રીતે કરવામાં આવશે
NHAI ના આદેશ મુજબ નવા નિયમ મુજબ જો ધોરીમાર્ગોમાં પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રોડ હોય, તો ટોલની ગણતરી બે રીતે કરવામાં આવશે. પ્રથમ, માળખાની લંબાઈને 10 થી ગુણાકાર કરવામાં આવશે અને બીજા રસ્તાની લંબાઈમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર માળખાની લંબાઈને પાંચ વડે ગુણાકાર કરવામાં આવશે, જે બેમાંથી જે ઓછું હશે તે ટોલની ગણતરીનો આધાર બનશે. આ નિયમથી એક્સપ્રેસવે અથવા લાંબા અંતરના પ્રવાસીઓને વધુ ફાયદો થશે.
નવી પદ્ધતિને આ રીતે સમજો
જો આપણે ટોલ ટેક્સ વસૂલવાની નવી પદ્ધતિને સમજીએ, તો જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાની કુલ લંબાઈ 40 કિમી હોય અને તે સંપૂર્ણપણે એક માળખું (જેમ કે ટનલ અથવા ફ્લાયઓવર) હોય, તો નવી ગણતરી આ પ્રમાણે થશે - 10 × 40 = 400 કિમી અને 5 × 40 = 200 કિમી. હવે આ બંનેમાંથી ઓછા મૂલ્ય (200 કિમી) ના આધારે ટોલ વસૂલવામાં આવશે. આનો અર્થ એ છે કે હવે લોકોએ ફક્ત 50 ટકા ટોલ ચૂકવવો પડશે.
આ પણ વાંચોઃ- રેલ મંત્રાલયે શેર કર્યું મેન્યુ, ટ્રેન અને સ્ટેશનમાં માત્ર આટલી કિંમતમાં મળશે શાકાહારી ભોજન
આ નવા નિયમ દ્વારા સરકાર મુસાફરીનો ખર્ચ ઘટાડવાનો હેતુ ધરાવે છે. તેનો ફાયદો તે સ્થળોએ જોવા મળશે જ્યાં માળખાના ઊંચા ખર્ચને કારણે ટોલ વધુ વસૂલવામાં આવતો હતો. બાયપાસ અને રિંગ રોડ પર મુસાફરી કરતા લોકોને નવા નિયમોનો સૌથી વધુ લાભ મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us