National Hindi Diwas 2025 Date, History, Theme : હિંદી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષામાં છે. ભારતમાં ઘણી બોલીઓ અને ભાષાઓ બોલાય છે. તેમાં હિન્દીનું ખૂબ જ વિશેષ સ્થાન છે. તે ભારતના કરોડો લોકોને એક દોરામાં પરોવવાનું કામ કરે છે. તે માત્ર સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવતું નથી પરંતુ સાહિત્યના પ્રચારમાં પણ મદદરૂપ થાય છે. જો કે, આજના સમયમાં લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે. લોકો હિન્દી બોલવામાં ખચકાટ અનુભવે છે. લોકો તેની અવગણના કરે છે. આવી સ્થિતિમાં, લોકોને તેમની માતૃભાષા હિન્દીથી જાગૃત કરવા માટે દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. ચાલો હિંદી દિવસ ઉજવવા પાછળનું રસપ્રદ કારણ અને ઇતિહાસ જાણીયે.
હિન્દી દિવસનો ઇતિહાસ : Hindi Diwas History
રાષ્ટ્રીય હિંદી દિવસ 14 સપ્ટેમ્બરે ઉજવાય છે. વર્ષ 1949માં 14 સપ્ટેમ્બરના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણયની યાદમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. બંધારણની આ ભાવનાને અનુરૂપ, ગૃહ મંત્રાલયનો રાજભાષા વિભાગ હિન્દી દિવસની ઉજવણી કરે છે. પંડિત જવાહરલાલ નહેરુએ આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. વર્ષ 1953થી હિન્દી દિવસ સત્તાવાર રીતે સમગ્ર દેશમાં ઉજવવામાં આવ્યો હતો. તમારી જાણકારી માટે તમને જણાવી દઇયે કે, વિશ્વ હિંદી દિવસ 10 સપ્ટેમ્બરે ઉજવાય છે.
ભારતમાં હિન્દી દિવસ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓ, કોલેજો અને ઓફિસોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રસંગે વિવિધ સ્થળોએ હિન્દી ભાષામાં નિબંધ લેખન, ચર્ચાઓ, કવિતા અને વક્તવ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાઓમાં વર્કશોપ યોજાય છે.
રાષ્ટ્રીય હિંદી દિવસ ઉજવવાનો હેતુ હિન્દી ભાષાના પ્રચાર પ્રસારને પોત્સાહન આપવાનો, દેશ વિદેશમાં રહેતા લોકોમાં હિંદી ભાષા પ્રત્યે જાગૃત ફેલાવવાનો છે. જેનાથી ભારતની સાંસ્કૃતિક એકતા મજબૂત થાય.





