National Milk Day 2024: રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બરે કેમ ઉજવાય છે? ભારતમાં શ્વેત કાંતિના જનક અને અમૂલના સ્થાપક વર્ગીસ કુરિયન કોણ છે? જાણો

National Milk Day 2024 History And Significance: રાષ્ટ્રીય દૂધ દિવસ ભારતમાં ઉજવણીનો હેતૂ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાન છે. જાણો ભારતમાં શ્વેત કાંતિના જનક અને અમૂલ ડેરીના સ્થાપક વર્ગીસ કુરિયન કોણ છે.

National Milk Day 2024 History And Significance: રાષ્ટ્રીય દૂધ દિવસ ભારતમાં ઉજવણીનો હેતૂ દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાન છે. જાણો ભારતમાં શ્વેત કાંતિના જનક અને અમૂલ ડેરીના સ્થાપક વર્ગીસ કુરિયન કોણ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National Milk Day | verghese kurien birthday | National Milk Day 2024 In India | verghese kurien amul

National Milk Day 2024: રાષ્ટ્રીય દૂધ દિવસ ભારતમાં ડો. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ 26 નવેમ્બરે ઉજવાય છે. (Photo: Freepik)

National Milk Day 2024 History And Significance: રાષ્ટ્રીય દૂધ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. નેશનલ મિલ્ક ડે ભારતમાં શ્વેત કાંતીના જનક ડો. વર્ગીસ કુરિયનની જન્મજંયતિ પર ઉજવાય છે. ડો. વર્ગીસ કુરિયને ભારતમાં દૂધ ઉત્પાદનમાં વધારો, ડેરી વિકાસ અને અમૂલ ડેરીના સ્થાપનામાં મોટી ભૂમિકા ભજવી છે.

Advertisment

National Milk Day 2024 In India : ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવણીની શરૂઆત

ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવાની શરૂઆત 2014માં થઇ હતી. ભારતીય ડેરી એસોસિએશન અને 22 રાજ્ય સ્તરના દૂદ સંગઠનો એ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના સહયોગથી 2014માં ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસને દૂધ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. આથી પહેલીવાર 26 નવેમ્બર 2014ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાયો હતો.

India Largest Milk Producer In World : ભારત દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ

Advertisment

ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. દૂધના કુલ વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 22 ટકા યોગદાન આપે છે. ત્યારબાદ અમેરિકા, પાકિસ્તાન, ચીન અને બ્રાઝિલ આવે છે. ભારતે વર્ષ 2023માં 230.58 મિલિયન મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન કર્યું છે. ભારતમાં ઉત્તર પ્રદેશ 36 મિલિયન મેટ્રિક ટન દૂધ સાથે સૌથી મોટો દૂધ ઉત્પાદક રાજ્ય છે. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ગુજરાત અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

તમને જણાવી દઇયે કે, છેલ્લા ત્રણ દાયકામાં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 77 ટકાથી વધુનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદન વર્ષ 1992માં 524 મિલિયન ટન થી વધીને 2022માં 930 મિલિયન ટને પહોંચી ગયું છે.

Verghese Kurien Birthday : ડો. વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના જનક અને અમૂલ ડેરીના સ્થાપક

ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ડો વર્ગીસ કુરિયનની જન્મજંયતિ પર ઉજવાય છે. તેઓ ભારતમાં શ્વેત કાંતિના જનક અને અમૂલ ડેરીના સ્થાપક છે. વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921માં કેરળના કોઝિકો઼ડમાં થયો હતો. તેમણે 1940માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બીએસસી અને 1948માં અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં એમએસસી ડિગ્રી મેળવી હતી. ડો. વર્ગીસ કુરિયનને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી સહિત વર્ષ 2006 સુધી કુલ 60 જેટલા પુરસ્કાર મળ્યા હતા.

આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ india