National Vaccination Day 2024 : દર વર્ષે 16 માર્ચે કેમ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

National Vaccination Day 2024 : આપણી આસપાસ હાજર વાયરસ અને બેક્ટેરિયાને કારણે રોગોનું જોખમ હંમેશા રહે છે અને રસીકરણ આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે

Written by Ashish Goyal
March 15, 2024 23:32 IST
National Vaccination Day 2024 : દર વર્ષે 16 માર્ચે કેમ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

National Vaccination Day 2024 : દેશભરમાં દર વર્ષે 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આપણી આસપાસ હાજર વાયરસ અને બેક્ટેરિયાને કારણે રોગોનું જોખમ હંમેશા રહે છે અને રસીકરણ આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે. લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. તેને ઇમ્યુનાઇઝેશન ડે પણ કહેવામાં આવે છે. આ દિવસ રસીકરણમાં રોકાયેલા ડોકટરો અને ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર્સની સખત મહેનત માટે આભાર વ્યક્ત કરવાનો પણ એક પ્રસંગ છે. આવો જાણીએ શા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ અને શું છે ઇતિહાસ અને મહત્વ.

નેશનલ વેક્સીનેશન ડે નો ઇતિહાસ

દેશભરમાં દર વર્ષે 16 માર્ચે નેશનલ વેક્સીનેશન ડે ઉજવવામાં આવે છે. પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી 1955માં કરવામાં આવી હતી જ્યારે ભારત સરકારે સત્તાવાર રીતે દેશમાંથી પોલિયો માટે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. 16 માર્ચ 1995ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની ગ્લોબલ પોલિયો ઇનિશિયેટિવના ભાગરૂપે ભારતમાં ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના તમામ બાળકોને પોલિયો સામે બે ટીપાં આપવામાં આવ્યા હતા અને વર્ષ 2014માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ કેમ ઉજવાય છે, જાણો શું છે ઇતિહાસ

નેશનલ વેક્સીનેશન ડે નું મહત્વ

આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. તેમજ ડોકટરો, ફ્રન્ટલાઇન હેલ્થ કેર વર્કરોની મહેનતની પ્રશંસા કરવાનો છે. હાલમાં જ આપણે કોવિડ રસીકરણ અભિયાન જોયું છે. કોવિડ પહેલા પણ ભારતમાં પોલિયો, શીતળા જેવી બીમારીઓએ મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તેનાથી છુટકારો મેળવવા માટે સમયાંતરે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસી આપણને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના કારણે ગંભીર બીમારી થતી નથી.

રસીઓ ખતરનાક અને ગંભીર રોગોને રોકવાનું અસરકારક માધ્યમ છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ભારતે 2017 થી 2020 ની વચ્ચે એમઆર રસીકરણ સાથે 32.4 કરોડ બાળકોને રસી આપી હતી. રસીઓ એ ઘણા ખતરનાક અને ગંભીર રોગોને રોકવાનું અસરકારક માધ્યમ છે. તાજેતરમાં, કોરોના જેવી બીમારીઓ સામે રક્ષણ આપવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. WHO મુજબ રસીકરણ દર વર્ષે લગભગ 2-3 મિલિયન લોકોના જીવન બચાવવામાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ