/indian-express-gujarati/media/media_files/2026/01/25/national-voters-day-2026-2026-01-25-09-27-37.jpg)
National Voters Day 2026 રાષ્ટ્રીય મતદારા દિવસ ભારતમાં 25 જાન્યુઆરી એ ઉજવાય છે. Photograph: (@INCIndia)
National Voters Day 2026 History Significance And Themes In Gujarati: રાષ્ટ્રીય મતદાતા દિવસ ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. લોકશાહીનો પાયો મતાધિકાર પર નંખાયો છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે જ્યાં 18 વર્ષની ઉંમરના દરેક નાગરિકને કોઈપણ ભેદભાવ અથવા દબાણ વિના તેમની પસંદગીના નેતાની પસંદગી કરવાનો અધિકાર છે.
લોકશાહી સમાજ અને શાસનની સ્થાપના માટે જરૂરી છે કે દરેક પુખ્ત નાગરિકને કોઈપણ ભેદભાવ વિના મત આપવાનો અધિકાર હોય. મતદાન એ કોઈપણ મતદાતાનો અધિકાર છે, જેનું મહત્વ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.
આ દિવસ યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે એટલું જ નહીં, પરંતુ મતદાનનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે તે હકીકતથી રૂબરૂ કરાવે છે. દર વર્ષે 25 જાન્યુઆરીએ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના 18 વર્ષના દરેક યુવાને તેમના મતદાનના અધિકારનું મહત્વ સમજવાની જરૂર છે.
કોઈપણ લોકશાહી સમાજમાં મત આપવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. તે આપણી લોકશાહીનો પાયો છે, જે નાગરિકોને કોણ શાસન કરશે અને તેઓ કેવી રીતે શાસન કરે છે તે અંગે કહેવાનો અધિકાર આપે છે. મત આપવાની ક્ષમતા માત્ર અધિકાર જ નથી, પરંતુ જવાબદારી પણ છે, કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે તમામ નાગરિકોનો અવાજ સાંભળવામાં આવે છે અને સરકારમાં તેમના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ દિવસની શરૂઆત ક્યારે થઈ અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
National Voters Day Date : રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિન નિમિત્તે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસ કેમ ઉજવવામાં આવે છે?
રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. કોઈપણ લોકશાહી દેશમાં, મતદાન એ એક ઉજવણી છે જેનો હેતુ નવા મતદારોને તેમની નોંધણી કરવા માટે પ્રોત્સાહિત અને સુવિધા આપવાનો છે. ભારતીય ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. 25 જાન્યુઆરી 1950ને ચિહ્નિત કરતા વર્ષ 2011થી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દર વર્ષે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આમ વર્ષ 2026માં ભારતમાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો છે.
National Voters Day History : રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઇતિહાસ
25 જાન્યુઆરીએ 1950માં અસ્તિત્વમાં આવેલા ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે 2011 માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં કોઈ શંકા નથી કે આ દિવસ મતદાનના અધિકાર અને ભારતના લોકશાહીની ઉજવણી કરવાનો દિવસ છે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ મતદારો, ખાસ કરીને પાત્ર મતદારોની નોંધણી વધારવાનો છે. પહેલા મતદાનની ઉંમર 21 વર્ષ હતી, પરંતુ 1988માં તે ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. 1008ના એકસઠમા સુધારા વિધેયકમાં ભારતમાં મતદાનની ઉંમર ઘટાડવામાં આવી હતી.
National Voters Day Important : રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ
ભારત એક લોકશાહી દેશ છે. દરેક નાગરિકને મતદાન કરવાનો મૌલિક અધિકાર છે. તેમને પોતાના નેતાની પસંદગી કરવાનો અધિકાર છે. તેમને એવા નેતાની પસંદગી કરવાનો અધિકાર છે જે તેઓ વિચારે છે કે તે દેશનું નેતૃત્વ કરવા, સામાન્ય લોકોની સમસ્યાઓ હલ કરવા, પરિવર્તન લાવવા માટે સક્ષમ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસનું મહત્વ સમજીને, અમે એવા નેતાની પસંદગી કરીએ છીએ જેનામાં દેશનું ભવિષ્ય રહેલું છે.
National Voters Day 2026 Themes : રાષ્ટ્રીય મતદાતા દિવસ 2026ની થીમ
રાષ્ટ્રીય મતદારા દિવસ એક ખાસ થીમ સાથે ઉજવાય છે.વર્ષ 2026ની રાષ્ટ્રીય મતદાતા દિવસ માટેની થીમ 'મારું ભારત, મારો વોટ' છે અને તેની ટેગ લાઇન છે - ભારતીય લોકતંત્રના કેન્દ્રમાં નાગરિક છે. આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય અતિથિ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us