સીપી રાધાકૃષ્ણન ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે, 452 વોટ પ્રાપ્ત કરી જીત મેળવી

CP Radhakrishnan : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત મેળવી. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા

Written by Ashish Goyal
Updated : September 09, 2025 20:12 IST
સીપી રાધાકૃષ્ણન ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે, 452 વોટ પ્રાપ્ત કરી જીત મેળવી
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત મેળવી (તસવીર: CPRGuv/X)

Vice President Election Results Updates : સીપી રાધાકૃષ્ણન ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત મેળવી છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન 752 મત માન્ય અને 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા.

DA એ લગભગ બે-ચતુર્થાંશ બહુમતી હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ દાવો કર્યો હતો કે 14 સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને પડકાર આપ્યો હતો પરંતુ તેમની સંખ્યા NDA કરતા ઓછી હતી. આ ચૂંટણી જીતવા માટે 392 મતોની જરૂર હતી, જે NDA ઉમેદવારે સરળતાથી મેળવી લીધા છે. વિરોધી પક્ષો તરફથી મળેલા 14 મત NDA માટે મોટી સફળતા છે.

કોણ છે સીપી રાધાકૃષ્ણન

સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ છે. તેમણે 31 જુલાઈ 2024 ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ બનતા પહેલા તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા. તેમણે 18 ફેબ્રુઆરી 2023 થી 30 જુલાઈ 2024 સુધી આ પદ સંભાળ્યું હતું. માર્ચ 2024 થી જુલાઈ 2024 સુધી તેમણે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.

આ પણ વાંચો – કોણ છે બાલેન શાહ? નેપાળમાં પ્રદર્શનકારી કરી રહ્યા છે પીએમ બનાવવાની માંગણી

RSS માં જોડાઈને રાજકારણમાં આવ્યા

સીપી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957 ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેમણે VO ચિદમ્બરમ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક થયા છે. 16 વર્ષની ઉંમરે સીપી રાધાકૃષ્ણન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જનસંઘના સભ્ય બન્યા હતા. તેમણે 1998 અને 1999 માં તમિલનાડુના કોઈમ્બતુરથી લોકસભા ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા.

સીપી રાધાકૃષ્ણન 2004 થી 2007 સુધી તમિલનાડુ ભાજપના રાજ્ય અધ્યક્ષ પણ હતા. તેમણે 2004 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે તાઇવાનની પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળની મુલાકાતમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2016 થી 2020 સુધી સીપી રાધાકૃષ્ણન કોચીના કોઈર બોર્ડના અધ્યક્ષ હતા. વર્ષ 2020 થી 2022 સુધી સીપી રાધાકૃષ્ણન કેરળ માટે ભાજપના અખિલ ભારતીય પ્રભારી હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ