જેડીયુ નેતાએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું – INDIA ના કન્વીનર બનાવવા તૈયાર ન હતા અને હવે આપી રહ્યા છે પીએમની ખુરશી

NDA vs INDIA : જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે નીતીશ કુમારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આપવામાં આવેલા પીએમ પદને નકારીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે

Written by Ashish Goyal
June 07, 2024 19:06 IST
જેડીયુ નેતાએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું – INDIA ના કન્વીનર બનાવવા તૈયાર ન હતા અને હવે આપી રહ્યા છે પીએમની ખુરશી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. (Photo - @NitishKumar)

NDA vs INDIA: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ એનડીએમાં સામેલ થયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયૂ વિશે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ ઈન્ડિયા ગઠબંધનમાં જઈ શકે છે. આ દરમિયાન એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટવા દરમિયાન નીતિશ કુમારે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. આ હુમલાઓ વચ્ચે નીતિશ કુમારના નજીકના સહયોગી કેસી ત્યાગીએ પણ ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.

વિપક્ષી ગ્રુપમાં રહીને તમામ વિપક્ષી પાર્ટીઓને એક કર્યા બાદ ઇન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક પટના સ્થિત નીતિશ કુમારના સીએમ આવાસ પર થઈ હતી. પરંતુ એક વર્ષમાં રાજનીતિ 180 ડિગ્રી ફરી ગઈ છે અને નીતિશ કુમાર નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે કેસી ત્યાગીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓના આ ઇન્ડિયા ગઠબંધને નીતિશને વિપક્ષી પક્ષના સંયોજક બનાવ્યા ન હતા અને આજે તેઓ નીતિશને પીએમ પદની ઓફર કરી રહ્યા છે.

પીએમ પદને નકારીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે – કેસી ત્યાગી

કેસી ત્યાગીએ કહ્યું કે નીતીશ કુમારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આપવામાં આવેલા પીએમ પદને નકારીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન કેસી ત્યાગીએ કહ્યું કે રાજનીતિની રમત એવી છે કે જે લોકોએ નીતિશ કુમારને ઇન્ડિયા બ્લોકના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કર્યો હતો તેઓ હવે નીતિશને વડાપ્રધાન બનાવવાની ઓફર કરી રહ્યા છે.

આ પણ વાંચો – NDA બેઠકમાં નીતિશ કુમારે શું કહ્યું જેનાથી પીએમ નરેન્દ્ર મોદી હસી પડ્યા, વાંચો સંપૂર્ણ ભાષણ

કેસી ત્યાગીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂકને કારણે જ નીતીશને આ જાન્યુઆરીમાં એનડીએમાં પાછા ફરવાની ફરજ પડી હતી. હવે અહીંથી પાછા ફરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. કેસી ત્યાગીએ કહ્યું કે જેમ કે નીતિશ કુમારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત કહ્યું હતુ. તેમણે કહ્યું કે અમે હવે એનડીએના મૂલ્યવાન ભાગીદાર છીએ અને અમે નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરીશું, જે સતત ત્રીજી ટર્મ માટે વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે.

એનડીએમાં મળી રહ્યું છે સન્માન અને મહત્ત્વ

કેસ ત્યાગીએ ધ્યાન દોર્યું હતું કે નીતિશ ઈન્ડિયા ગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા, તેમને અલગ કરવાના વિવિધ સભ્યો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. એનડીએ સાથે અમારું સન્માન પુનઃસ્થાપિત થયું છે અને નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજનીતિમાં કિંગમેકર બની ગયા છે. સાથી પક્ષ ભાજપ તરફથી અમને ઘણું સન્માન મળી રહ્યું છે.

જણાવી દઈએ કે આ વખતે એનડીએ સરકારના મોદી કેબિનેટમાં જેડીયુ સહિત ટીડીપીના નેતાઓને પણ મહત્વ આપવામાં આવશે, જેના માટે મંથન શરૂ થઈ ગયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ