મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા, પીએમ મોદીએ PMNRFએ વળતર આપવાની કરી જાહેરાત

Mumbai boat accident : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે.

Written by Ankit Patel
December 19, 2024 08:11 IST
મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા, પીએમ મોદીએ PMNRFએ વળતર આપવાની કરી જાહેરાત
મુંબઈ બોટ દુર્ઘટનામાં પીએમ મોદીની વળતરની જાહેરાત photo - ANI

Mumbai Boat Accident: મુંબઈમાં દરિયાકાંઠાના વિસ્તાર પાસે એક પેસેન્જર બોટ નૌકાદળની બોટ સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 99 લોકોને બચાવવામાં આવ્યા છે. તે જ સમયે, પીએમ મોદીએ અકસ્માત અંગે વળતરની જાહેરાત કરી છે.

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ બોટ દુર્ઘટનામાં 13 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. નેવીના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય ઘાયલ લોકો માટે 50 હજાર રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ પલટી, 3 નૌસેનિક સહિત 13 લોકોના મોત

નૌકાદળના ચાલક સામે કાર્યવાહી

મુંબઈ અકસ્માત અંગે નેવી ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નેવી ડ્રાઈવર વિરુદ્ધ FIR નોંધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી આ બોટ એલિફન્ટા દ્વીપથી ગેટવે ઓફ ઈન્ડિયા જઈ રહી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ