Nepal Bus Accident: નેપાળમાં 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં પડી, 27ના મોત

Indian Bus Accident in Nepal: બસમાં 40 લોકો હતા જેમાંથી કેટલાકને બચાવી લેવાયા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ છે.

Written by Ankit Patel
Updated : August 23, 2024 23:49 IST
Nepal Bus Accident: નેપાળમાં 40 મુસાફરોને લઈને જતી ભારતીય બસ નદીમાં પડી, 27ના મોત
Nepal Bus Accident: નેપાળમાં ભારતીય બસ નદીમાં પડી - photo- Social media

Bus accident in Nepal: નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. નેપાળમાં 40 લોકોને લઈ જતી ભારતીય બસ નદીમાં પડી હતી. બસમાં 40 લોકો હતા અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. બસ નંબર યુપી જણાવવામાં આવી રહ્યો છે. આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

આ ઘટના તનહુન જિલ્લાના આઈના પહાડામાં બની હતી. મીડિયાને માહિતી આપતાં નેપાળ આર્મ્ડ પોલીસ ફોર્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક માધવ પૌડેલે જણાવ્યું કે 45 કર્મચારીઓની એક ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બસ ગોરખપુરથી મુસાફરોને લઈને નેપાળ ગઈ હતી. તનાહુન જિલ્લાના એસપી બિરેન્દ્ર શાહીએ અકસ્માતની માહિતી આપી હતી. બસનો નંબર UP FT 7623 જણાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર પરત ફરવાનો માર્ગ શનિવારે નક્કી થશે, નાસા કરશે જાહેરાત

અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે જે નદીમાં બસ પડી તે પણ તબાહીમાં છે. બસમાં 40 લોકો હતા જેમાંથી કેટલાકને બચાવી લેવાયા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે કહ્યું કે નેપાળમાં બનેલી ઘટનાના સંબંધમાં, બસમાં મુસાફરી કરી રહેલા લોકો ક્યાંના હતા તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દક્ષિણ ભારતીય પ્રવાસીઓ ગોરખપુરથી ત્રણ વાહનોમાં નેપાળ જવા નીકળ્યા

દક્ષિણ ભારતીય લોકોનું એક જૂથ ગોરખપુરથી નેપાળ યાત્રા અને પર્યટન માટે ગયું હતું. આ તમામ મુસાફરો કેશરવાણી ટ્રાવેલ્સની બસ અને બે વોલ્વોમાં ગોરખપુરથી નેપાળ જવા રવાના થયા હતા. ગત રાત્રે પોખરાથી કાઠમંડુ જઈ રહ્યા હતા. નેપાળમાં મુગલિંગના પાંચ કિલોમીટર પહેલા આ અકસ્માત થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ