નેપાળ બસ અકસ્માત: ભૂસ્ખલનને કારણે બે બસ નદીમાં ખાબકી, ડૂબેલા 60 મુસાફરોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

Nepal Bus Accident, નેપાળ બસ અકસ્માત: રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ સવારે લગભગ 3.30 વાગે અકસ્માતનો ભોગ બની હતી.

Written by Ankit Patel
July 12, 2024 08:55 IST
નેપાળ બસ અકસ્માત: ભૂસ્ખલનને કારણે બે બસ નદીમાં ખાબકી, ડૂબેલા 60 મુસાફરોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલું
નેપાળ બસ અકસ્માત - photo ANI

Nepal Bus Accident, નેપાળ બસ અકસ્માત: નેપાળથી એક મોટી બસ દુર્ઘટનાના સમાચાર આવ્યા છે, જ્યાં ભૂસ્ખલનને કારણે બે બસો ત્રિશુલી નદીમાં પડી હતી. બસમાં મુસાફરી કરી રહેલા તમામ 63 મુસાફરો હાલમાં ગુમ થયા હોવાના અહેવાલ છે, તેમને શોધવા અને સલામત રીતે પાછા લાવવા માટે હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે વરસાદને કારણે બસો શોધવામાં સમસ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર આ ઘટના નેપાળના ચિતવાન જિલ્લાની નજીક બની હતી. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું કે આ દુર્ઘટના આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલનને કારણે 63 મુસાફરોને લઈ જતી બે બસ નદીમાં વહી ગઈ હતી. અધિકારીઓ હાલ ઘટનાસ્થળે છે અને તમામ મુસાફરોની શોધખોળ ચાલી રહી છે પરંતુ વરસાદના કારણે વહીવટીતંત્રની મુશ્કેલી વધી છે.

પીએમ પ્રચંડે અધિકારીઓને સૂચના આપી

આ દુર્ઘટના અંગે નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે પૂર અને ભૂસ્ખલનને કારણે સંપત્તિના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. હું ગૃહ પ્રશાસન સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ અને અસરકારક બચાવ કરવા નિર્દેશ આપું છું.

ત્રણ મુસાફરો બસમાંથી કૂદી પડ્યા હતા

જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ સવારે લગભગ 3.30 વાગે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યું કે કાઠમંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદી પડવામાં સફળ થયા હતા.

આ પણ વાંચોઃ- પ્રવાસ: ઉત્તરાખંડનું મિની માલદીવ, જ્યાં પાણી વચ્ચે ફ્લોટિંગ હટ્સમાં રહેવાની મજા, હનીમૂન માટે બેસ્ટ ડેસ્ટિનેશન

નોંધનીય છે કે નેપાળમાં બીજી ઘટના 17 કિલોમીટર દૂર આ જ રોડ પટ પર બની હતી જ્યારે બીજી પેસેન્જર બસ પર પથ્થરો પડ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે પીડિત ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ