નેપાળ પ્લેન ક્રેશ Live Video : કાઠમંડુમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો, 18 ના મોત

Nepal Plane Crash : નેપાળ પ્લેન ક્રેશ, કાઠમંડુ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન રન વે પરથી લપસી જતા દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 18 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, પ્લેનમાં સ્ટાફ સહિત લોકો પોખરા જઈ રહ્યા હતા.

Written by Kiran Mehta
Updated : July 24, 2024 15:23 IST
નેપાળ પ્લેન ક્રેશ Live Video : કાઠમંડુમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો, 18 ના મોત
નેપાળ કાઠમંડુ પ્લેન ક્રેશ

Nepal Kathmandu Plane Crash : નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં સ્ટાફ સહિત 19 લોકો સવાર હતા. બચાવ કાર્ય ચાલુ છે. આ મામલાની માહિતી આપતા નેપાળ પોલીસે જણાવ્યું કે, વિમાનમાં 17 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હાજર હતા. જેમાંથી 18ના મૃતદેહ મળી આવ્યા છે.

હાલ રેસક્યુ કામગીરી ચાલી રહી છે. ટેકઓફ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના બાદ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા વિમાનોને લખનૌ અને કોલકાતા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઈન્સનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું છે.

નેપાળ કાઠમંડુ પ્લેન ક્રેશ દુર્ઘટના

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નેપાળના કાઠમંડુમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ, તે પોખરા જઈ રહેલા પ્લેનમાં એરક્રુ સહિત 19 લોકો સવાર હતા અને આ દુર્ઘટના સવારે 11 વાગ્યે થઈ હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, નેપાળમાં દર વર્ષે સરેરાશ એક પ્લેન ક્રેશ થાય છે. 2010 થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 પ્લેન ક્રેશ થયા છે.

નેપાળ પ્લેન ક્રેશ લાઈવ વીડિયો

અકસ્માતો સતત વધી રહ્યા છે

જાન્યુઆરી 2023માં નેપાળમાં આવો જ એક અકસ્માત થયો હતો. જ્યાં પોખરા નજીક યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત 72 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો – Accident Video Viral : હરિદ્વારથી પરત ફરી રહેલા માતા-પુત્રને રોંગ સાઇડમાં આવતી કારે રહેંસી નાખ્યા

તો, 29 મે, 2022 ના રોજ, તારા એરલાઇન્સનું વિમાન મુસ્તાંગ જિલ્લામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અનેક અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ