New Governor List: રાષ્ટ્રપતિ દ્વારા 9 રાજ્યમાં નવા ગવર્નર નિમણૂક, ગુજરાતના પૂર્વ IAS કૈલાશનાથન પુડુચેરીના ઉપરાજ્યપાલ બન્યા

President Droupadi Murmu Appoints New Governor: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા દેશના 6 નવા રાજ્યપાલની નિમણૂક સાથે સાથે અન્ય 3 રાજ્યપાલની ફેરબદલી કરવામાં આવી છે. જુઓ સંપૂર્ણ યાદી

President Droupadi Murmu Appoints New Governor: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા દેશના 6 નવા રાજ્યપાલની નિમણૂક સાથે સાથે અન્ય 3 રાજ્યપાલની ફેરબદલી કરવામાં આવી છે. જુઓ સંપૂર્ણ યાદી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
k kailashnathan | santosh kumar gangwar | New Governor List

કે કૈલાશનાથન અને સંતોષ કુમાર ગંગવાર (Express Photo)

President Droupadi Murmu Appoints New Governor: દેશના ઘણા રાજ્યોના ગવર્નર બદલાયા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશના 6 નવા રાજ્યપાલની નિમણૂક સાથે સાથે અન્ય3 રાજ્યપાલની ફેરબદલી કરવામાં આવી છે. સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો રેમન ડેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Advertisment

રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની પંજાબના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢના પ્રશાસકની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ઝારખંડના વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે જ્યારે સીએચ વિજયનશંકરને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના પૂર્વે IAS કે કૈલાશનાથન પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિમણુંક

રાષ્ટ્રપતિ ભવન તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ પદે નિમણુંક કરવામાં આવ્યા છે. તેમને મણિપુરની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના પૂર્વ આઈએઓસ અધિકારી કે કૈલાશનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ દ્વારા નવા રાજ્યપાલની નિમણુંક, જુઓ સંપૂર્ણ યાદી

  • હરિભાઉ કિસાનરાવ બગડે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • ઓમ પ્રકાશ માથુર સિક્કિમના રાજ્યપાલના પદે નિમણૂક કરવામાં આવ્યા છે.
  • સંતોષકુમાર ગંગવાર ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્ય છે..
  • રેમન ડેકો છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
  • સી.એચ. વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Advertisment

આ પણ વાંચો | અગ્નિવીર રિઝર્વેશન: પાંચ રાજ્યોએ કરી અગ્નિવીરો માટે આનામતની જાહેરાત, પોલીસ સહિત આ ભરતીઓમાં રહેશે કોટા

  • ઝારખંડના રાજ્યપાલ તેલંગાણાના વધારાના હવાલા સાથે સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
  • આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ તરીકે અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટકર્તા તરીકે પણ નિમણૂક કરવામાં આવ્યા છે.
  • સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
  • કે કૈલાશનાથન પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતી ન્યૂઝ politics દેશ