Income Tax Bill: ઈન્કમ ટેક્સ બિલ આજે સંસદમાં રજૂ થશે, સામાન્ય જનતા અને કરદાતા પર શું થશે અસર? સરળ ભાષામાં સમજો

New Income Tax Bill 2025: નવો ઈન્કમ ટેક્સ બિલ 2025 સંસદમાં રજૂ કરવા વિશે નિર્મલા સીતારમણે બજેટ ભાષણણમાં ઘોષણા કરી હતી. નવા આવકવેરા કાયદાની કેમ જરૂર પડી? શું ફેરફાર થશે? ચાલો સરળ ભાષામાં સમજીયે

Written by Ajay Saroya
Updated : February 10, 2025 10:38 IST
Income Tax Bill: ઈન્કમ ટેક્સ બિલ આજે સંસદમાં રજૂ થશે, સામાન્ય જનતા અને કરદાતા પર શું થશે અસર? સરળ ભાષામાં સમજો
New Income Tax Bill 2025: નવો ઈન્કમ ટેક્સ બિલ 2025. (Photo: Freepik)

New Income Tax Bill 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં નવો ઈન્કમ ટેક્સ બિલ રજૂ કરી શકે છે. નવા ઈન્કમ ટેક્સ બિલ વિશે નાણામંત્રી સીતારમણ બજેટ ભાષણ દરમિયાન ઘોષણા કરી ત્યારબાદથી તેના વિશે ચર્ચા અને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. શું જુની કર વ્યવસ્થા નાબૂદ થશે, શું ત્યાં કોઈ નવો ટેક્સ લાગશે કે કેમ વગેરે વગેરે. હવે આવી બધી અટકળો અને મૂંઝવણો ટૂંક સમયમાં દૂર થઇ જશે. સૌથી પહેલા આપણે સમજીયે કે નવો ઈન્કમ ટેક્સ બિલ શું છે અને કેમ જરૂરી પડી.

નવા ઈન્કમ ટેક્સ બિલની કેમ જરૂર છે?

હાલ ભારતમાં હજુ પણ ઈન્કમ ટેક્સ એક્ટ 1961 ચાલી રહ્યો છે, જે 1 એપ્રિલ 1962થી અમલમાં છે. સમયાંતરે તેમાં અનેક સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેના કારણે જોગવાઈઓ પણ વધતી જતી હતી. હવે 63 વર્ષમાં આ આવકવેરા કાયદો ઘણો જટિલ બની ગયો છે, રિટર્ન ફાઈલ કરવું પણ કરદાતાઓ માટે મોટો પડકાર છે.

હવે આ જ પડકારને દૂર કરવા માટે સરકાર નવો ઈન્કમ ટેક્સ બિલ લાવી રહી છે. સરકારનો હેતુ બાબતોને સરળ બનાવવાનો, બિનજરૂરી શબ્દોને દૂર કરવાનો, ભાષાને સંપૂર્ણપણે સરળ રાખવાનો છે. સરકાર એવું પણ ઈચ્છે છે કે સામાન્ય કરદાતાને હવે રિટર્ન ફાઈલ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દોડવું ન પડે, આ સમગ્ર પ્રક્રિયાને એટલી સરળ બનાવવી જોઈએ કે આઈટી રિટર્ન સરળતાથી ફાઈલ કરી શકે.

ઈન્કમ ટેક્સ બિલ થી ક્યા 4 ફેરફાર થશે?

નવા ઈન્કમ ટેક્સ બિલ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે સરકાર 4 પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

પ્રથમ ફેરફાર – કાયદો સૌથી સરળ ભાષામાં લખવો જોઈએ

બીજો ફેરફાર – બિનજરૂરી અને અનઆવશ્યક શબ્દો દૂર નાખવા જોઈએ

ત્રીજો ફેરફાર – કર વિવાદ કોઈ પણ કિંમતે ઘટાડો

ચોથો ફેરફાર – કરદાતાઓ માટે અનુપાલનને સરળ બનાવવું

Income Tax Slab Rat : ઈન્કમ ટેક્સ રેટમાં ફેરફાર થઈ શકે છે?

હવે સરકારની અત્યાર સુધીની નીતિને જોતા લાગે છે કે ઈન્કમ ટેક્સ રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આવકવેરામાં જે જાહેરાતો કરવામાં આવે છે તે સીધી રીતે ફાઇનાન્સ એક્ટ સાથે સંબંધિત હોય છે અને તે સામાન્ય બજેટ સાથે સંબંધિત હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે આ નવું બિલ રજૂ કરવામાં આવે છે, ત્યારે ઈન્કમ ટેક્સ સ્લેબ રેટમાં કોઈ ફેરફાર થાય તેવી સંભાવના ખૂબ જ ઓછી છે.

શું અગાઉ આવા ફેરફારો કરવાનો પ્રયાસ થયો છે?

વર્ષ 2010માં યુપીએ સરકાર ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ, 2010 લઈને આવી હતી, તેને સંસદમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને વિસ્તૃત ચર્ચા માટે સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2014 સુધીમાં સરકાર બદલવાને કારણે આ બિલ રદ કરવામાં આવ્યો હતો.

આમ જોવા જઈએ તો હવે એવું માનવામાં આવે છે કે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે, તેમજ તેમા ઘણા ફેરફારો પણ શક્ય છે. અમે સામાન્ય માણસના જીવનમાં સરળતા અને સુવિધા લાવવા માટે અમારાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. બજેટ 2025માં નવા ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ કેટલી આવક પર કેટલો ટેક્સ લાગશે તે સરળ ભાષામાં સમજવા માટે અહીં ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ