NIA એ દિલ્હીથી CRPF જવાનની ધરપકડ કરી, 2023થી પાકિસ્તાનને આપી રહ્યો હતો ‘સીક્રેટ’ જાણકારી

NIA Arrests CRPF Personnel: દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસો બહાર આવી રહ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સીઆરપીએફના એક જવાનની ધરપકડ કરી

Written by Ashish Goyal
May 26, 2025 16:54 IST
NIA એ દિલ્હીથી CRPF જવાનની ધરપકડ કરી, 2023થી પાકિસ્તાનને આપી રહ્યો હતો ‘સીક્રેટ’ જાણકારી
દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસો બહાર આવી રહ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)

NIA Arrests CRPF Personnel: દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસો બહાર આવી રહ્યા છે. હવે અન્ય એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સીઆરપીએફના એક જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યો હતો.

NIA એ કહ્યું કે સીઆરપીએફના જવાનની દિલ્હીથી ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. તેને સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ અદાલતે તેને 6 જૂન સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે સીઆરપીએફના એક જવાનની ધરપકડ કરી છે, જેની ઓળખ મોતી રામ જાટ તરીકે થઇ છે. તે જાસૂસી પ્રવૃત્તિમાં સક્રિય રીતે સામેલ હતો અને 2023 થી પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત માહિતી શેર કરી રહ્યો હતો. અમને એ પણ જાણવા મળ્યું છે કે તે ઘણી રીતે પીઆઈઓ પાસેથી પૈસા પણ મેળવતો હતો.

તપાસ માટે એનઆઈએને સોંપવામાં આવ્યો

સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા હતા, ત્યારે તેઓએ સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપ્યું હતું અને જોયું હતું કે જાટે પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તેને વધુ તપાસ માટે એનઆઈએને સોંપવામાં આવ્યો છે. સીઆરપીએફ નિયમોની સાથે ભારતના બંધારણની સંબંધિત જોગવાઈઓ હેઠળ 21 મે થી સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – જો હિન્દુઓ મજબૂત નહીં હોય, તો કોઈ તેમની ચિંતા નહીં કરે – મોહન ભાગવતનું નિવેદન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રીય તપાસ એજન્સી મોતી રામ જાટના સંપર્કમાં રહેલા લોકો પર પણ ચાંપતી નજર રાખી રહી છે. એટલું જ નહીં તપાસ એજન્સી જવાન તેમજ સંબંધીઓના બેંક ખાતાઓની પણ તપાસ કરી શકે છે કે પાકિસ્તાન પાસેથી કેટલા પૈસા મળ્યા અને ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કચ્છમાંથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ શનિવારે કચ્છ વિસ્તારમાંથી એક વ્યક્તિની પાકિસ્તાન માટે જાસૂસી કરવા અને સરહદ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને ભારતીય નૌકાદળ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ ગોહિલને તેમની એક વખત તેની ગતિવિધિ માટે આશરે 40,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તે વોટ્સએપ પર પાકિસ્તાનની અદિતિ ભારદ્વાજના સંપર્કમાં આવ્યો હતો. એજન્ટે તેને હની-ટ્રેપ કરી હતી અને તેની સાથે વિસ્તાર અને સુરક્ષા દળો વિશેની માહિતી શેર કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ