/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/NIA-New-DG-Sadanand-Vasant.jpg)
એનઆઈએ નવા ડીજી આઈપીએસ સદાનંદ વસંત
NIA New DG Sadanand Vasant : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના નવા ડિરેક્ટર જનરલ (DG) IPS ઓફિસર સદાનંદ વસંત હશે. IPS પિયુષ આનંદને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના નવા ડીજી બનાવવામાં આવ્યા છે. IPS રાજીવ કુમાર શર્માને પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યુરોના ડીજી બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી-2024 પહેલા આ મોટા વહીવટી ફેરફારો છે. કેન્દ્ર સરકારે આજે આ અંગે આદેશ જાહેર કર્યો છે.
કોણ છે IPS સદાનંદ વસંત?
IPS સદાનંદ વસંત 26 નવેમ્બર, 2008 ની રાત્રે મુંબઈ હુમલા દરમિયાન લડત આપનારા પ્રથમ કેટલાક અધિકારીઓમાંના એક હતા. તેમની બહાદુરી અને બુદ્ધિમત્તાને કારણે તે દરમિયાન ઘણા નાગરિકોને બચાવ્યા હતા, વરિષ્ઠ પોલીસ અધિકારીને બાદમાં વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે, IPS સદાનંદ વસંતે એકવાર કહ્યું હતું કે - “26/11 નો હુમલો મારી કારકિર્દીની સૌથી પડકારજનક ઘટના છે, અને તે મારી યાદોમાં જીવનભર મારી સાથે રહેશે. "મેં શક્ય તેટલું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કર્યો હતો."
સદાનંદ વસંત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં ડીઆઈજી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) માં આઈજી (ઓપ્સ) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ મુંબઈ નજીક મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેરના પોલીસ કમિશનરનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
IPS Sadanand Vasant appointed as Director General of National Investigation Agency and IPS Piyush Anand appointed as Director General of the National Disaster Response Force pic.twitter.com/qlJlFXanqo
— ANI (@ANI) March 27, 2024
રાજીવ કુમાર શર્મા અને પીયૂષ આનંદ
રાજસ્થાન કેડરના 1990 બેચના IPS અધિકારી રાજીવ કુમાર શર્માને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શર્મા હાલમાં રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખાના વડા છે અને અગાઉ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા), રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબલરી (આરએસી) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) તરીકે સેવા આપી ચૂક્યા છે.
પીયૂષ આનંદ, ઉત્તર પ્રદેશ કેડરના 1991 બેચના IPS અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં વર્તમાન વિશેષ મહાનિર્દેશક, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડીજી તરીકે નિયુક્ત થયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us