Nimisha Priya Death Sentence Overturned In Yemen: વિદેશ મંત્રાલયે એ સમાચારનું ખંડન કર્યું છે જેમાં જણાવ્યું હતું કે ભારતી નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ્દ કરવામાં આવી છે. કેરળની આ નર્સને હત્યાના એક મામલામાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. સોમવાર 28 જુલાઈ 2025એ સુન્ની નેતા કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારના એક કાર્યાલયે દાવો કર્યો હતો. કે મલયાલી નર્સ નિમિષા પ્રિયાને, જે યમની નાગરિક તલાલ અબ્દો મહદીની કથિત હત્યા માટે મોતની સજા ફટકારવામાં આવી છે. તેને યમની રાજધાની સનામાં હૌથી મિલિશિયા દ્વારા ફાંસીની સજા રદ્દ કરી છે.
કેરળની નર્સ નિમિષા પ્રિયાને અગાઉ 16 જુલાઈએ યમનના અધિકારીઓ દ્વારા ફાંસી આપવાની હતી, પરંતુ ભારત સરકારના હસ્તક્ષેપ બાદ એક દિવસ પહેલા જ તેની મૃત્યુદંડની સજાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. સરકારે યમન પ્રશાસનને વિનંતી કરી હતી કે પરિવારને બીજા પક્ષ સાથે પરસ્પર સંમતિથી ઉકેલ શોધવા માટે વધુ સમય આપવામાં આવે.
શું હતું આખો મામલો?
નિમિષા 2008માં 19 વર્ષની ઉંમરે નર્સિંગની નોકરીની શોધમાં યમન ગઈ હતી. 2020માં, એક સ્થાનિક કોર્ટે તેને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીને મહદીની હત્યા કરવાનો દોષી ઠેરવ્યો હતો. નિમિષાએ તલાલ સાથે ભાગીદારીમાં એક ક્લિનિક શરૂ કર્યો હતો. નિમિષાએ તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે તલાલને બેભાન કરી દીધો હતો.
આ પણ વાંચોઃ- લોકસભામાં વિદેશ મંત્રીએ કહ્યું – ‘22 એપ્રિલથી 17 જૂન વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે કોઇ વાતચીત થઇ નથી’
નિમિષાનો દાવો છે કે તલાલે તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું અને આ ગુનો કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો પરંતુ ઓવરડોઝને કારણે તલાલનું મૃત્યુ થયું હતું. નિમિષાએ કહ્યું કે તલાલે તેનો પાસપોર્ટ પોતાની પાસે રાખ્યો હતો.