North Korea Spy Satellite Launch : ઉત્તર કોરિયાએ તેનો પહેલો જાસૂસી સેટેલાઇટ લોન્ચ કર્યો છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે, તેણે છેલ્લા છ મહિનામાં તેના ત્રીજા પ્રયાસમાં આખરે તેનો પહેલો જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં છોડ્યો છે. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ આ કૃત્યની સખત નિંદા કરી છે.
અલ જઝીરા અનુસાર, ઉત્તર કોરિયાની સરકારી એજન્સી KCNA એ અહેવાલ આપ્યો, ‘રોકેટને મંગળવારે રાત્રે સ્થાનિક સમય મુજબ 10.42 PM એ સોહે સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું (ભારતીય સમય મુજબ 7.13 PM) અને તેને રિકોનિસન્સ સેટેલાઇટ મલ્લિગ્યોંગ-1 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.’
સ્પાય સેટેસાઇટ શું છે? (What Is Spy Satellite)
છેલ્લા ઘણા સમયથી સ્પાય સેટેલાઇટને આધુનિક સમયના છુપા જાસુસ તરીકે ઓળખવામાં આવે છે. તે છુપી રીતે પોતાની ઓર્બિટમાં ઉપરથી જ વૈશ્વિક સુરક્ષા અને રોજિંદા જીવનને પ્રભાવીત કરનાર મહત્વપૂર્ણ જાણકારી એકઠી કરે છે. આ હાઇ-ટેક ચમત્કારની પાછળ ઘણા રહસ્યો છુપાયેલા છે. ઉત્તર કોરિયાની અગાઉ ઘણા દેશોએ આવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પ્રાથમિક આંકડા અનુસાર ડિસેમ્બર 2018 સુધીમાં અવકાશમાં 320 સૈન્ય અથવા દ્વિ-ઉપયોગી સેટેલાઇટ છે, જેમાંથી અડધા અમેરિકાની માલિકીની છે, ત્યારબાદ રશિયા, ચીન અને ભારતનો ક્રમ આવે છે.
સ્પાય સેટેલાઇટ કેવી રીતે કામગીરી કરે છે? (How To Wofk Spy Satellite)
સ્પાય સેટેલાઇટ એડવાન્સ સિસ્ટમથી સજ્જ છે, જે અવકાશમાં પૃથ્વીની સપાટીના ફોટો ખેંચે છે. તેના કેમેરા એટલા એડવાન્સ અને આત્યાધુનિક હોય છે કે નાનામાં નાની જાણકારી તારવી શકે છે. ઉપરાંત તે હાઇ – રિઝોલ્યુશનવાળી તસવીરો આપે છે, જેનો અલગ-અલગ કામગીરી માટે ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં તે સંશોધનમાં પણ ઉપયોગ બની છે.
સ્પાય સેટેલાઇટની ખાસિયતો (Spy Satellite Specifications)
હાઇ- રિઝોલ્યુશન ઇમેજિંગ (High Resolution Images)
સ્પાય સેટેલાઇટ સ્પષ્ટતાની સાથે એડવાન્સ ફોટા ખેંચે છે. જેનાથી એનાલિસ્ટોને છીણામાં છીણી ચીજને ઓળખવામાં મદદ કરે છે. આ ક્ષમતા સૈન્ય ગતિવિધિઓ, માળખાંગત બાંધકામ અને સંભવિત સુરક્ષા જોખમો પર નજર રાખવામાં ઉપયોગ બની છે.
વિશ્વ પર નજર (Surveillance)
પૃથ્વીની પરિક્રમા કરતી વખતે સ્પાય સેટેલાઇટ અલગ- અલગ ક્ષેત્રોનો વ્યાપક કવરેજ રહે છે. તેનાથી સરકારો અને એજન્સીઓને વૈશ્વિક સ્તરની ઘટનાઓ પર નજર રાખવામાં મદદ મળે છે. વ્યૂહાત્મક યોજના અને વિશ્લેષ્ણમાં તે બહુ મદદરૂપ બને છે.
રિયલ ટાઇમ ડેટા (Real Time Data)
થોડાક એડવાન્સ સ્પાય સેટેલાઇટ રિયલ ટાઇમ ડેટા પ્રદાન કરે છે, જેનાથી ઉભરી રહેલી પરિસ્થિતિઓ પર ઝડપી કાર્યવાહી કરી શકાય છે. આ સુવિધા બચાવ કામગીરી, માનવ સહાયતા અને ગતિશીલ ઘટનાઓ પર નજર રાખવામાં મદદ કરે છે.
મલ્ટી સ્પેક્ટ્રમ ઇમેજ (Multi Spectrum Image)
સ્પાય સેટેલાઇટ મોટાભાગે મલ્ટી સ્પેક્ટ્રલ ઇમેજિંગનો ઉપયોગ કરે છે, જે વ્યક્તિઓની આંખોથી દેખાી બાબતોથી પર હોય તેવી જાણકારી એકઠી કરે છે. તેમાં ઇનફ્રારેડ અને બીજું વેવલેંથ સામેલ છે, જે વિશ્લેષ્ણની માટે અલગ અલગ આંકડા એક્ત્ર કરવાની ક્ષમતા વધારે છે.
આ પણ વાંચો | ઉત્તર કોરિયાનું મોટું પરાક્રમ, સ્પાય સેટેલાઇટ લોન્ચ કર્યો, જાણો શું થશે આનાથી? કેમ બધા ચિંતિત
સ્પાય સેટેલાઇટ કેમ જરૂરી છે? (Why Is Spy Satellite Important)
સ્પાય સેટેલાઇટ ઘણી રીતે મદદરૂપ થાય છે. સ્પાય સેટેલાઇટ સંભવિત જોખમો, સૈન્ય ગતિવિધિઓ અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ વિશે જાણકારી એકઠી કરવામાં મદદરૂપ બને છે. તેમજ કુદરતી કે માનવ સર્જિત આપત્તિના સમયે બચાવ કામગીરી કરવામાં પણ ઉપયોગી બની શકે છે.





